એશિયા સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓનો હલ્લાબોલ

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એશિયા ઈંગ્લીશ સ્કૂલમાં ફી મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આજે વહેલી સવારે મોટી સંખ્યામાં વાલીઓ એશિયા સ્કુલ ખાતે પહોંચી ગયા હતા. ફી વધારો પાછો ખેંચવા સુત્રોચાર કરી સંચાલકો સામે સ્કુલ કેમ્પસમાં જમીન પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.રાજ્ય સરકાર બાદ ડીઈઓએ પણ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને નક્કી કરેલી ફીથી વધારે ફી ન લેવા માટે આદેશ આપ્યા છે.

parents protest

અને ફી વધારો નહિ કરવા સૂચના આપી હોવા છતાં પણ વસ્ત્રાપુર ખાતે આવેલી એશિયા સ્કૂલના સંચાલકો દ્વારા ફી માં વધારો કરતા વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. આજે વહેલી સવારે મોટી સંખ્યામાં એકઠા થયેલા વાલીઓ એ ફી વધારાના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા અને ફી વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.

વાલીઓએ આક્ષેપ કર્યો હતો, ફી બાબતે સંચાલકો દ્વારા બાળકોને ટોર્ચર કરવામાં આવે છે. જો વાલીઓ ફી તાત્કાલિક નહિ ભરે તો પ્રાથમિક સુવિધા આપવામાં નહીં આવે તેમ જાણવામાં આવ્યું. તો અંગે શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ ખાનગી શાળા છે. જેમાં શિક્ષકો અને અન્ય સ્ટાફ નો પગાર પણ ચૂકવો પડતો હોય છે એટલે ફી વધારો જરૂરી છે. જે જોતા લાગે છે કે સ્કૂલના સંચાલકો રાજ્ય સરકારના જાહેરનામાં ને ગોળીને પી ગયા છે એવું લાગી રહ્યું છે

English summary
Asian School parents protest against School administration. Read here why.
Please Wait while comments are loading...