વડોદરા રેલ્વે સ્ટેશને દિવ્યાંગો માટે બેટરી કારનો પ્રારંભ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ તેમ ઓએનજીસી દ્વારા કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશને બેટરી સંચાલિત કાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેવા રથ નામના આ પ્રોજેક્ટને વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ તથા પશ્ચિમ રેલ્વેના ડિવિઝનલ રેલવે મેનેજર અમિતકુમાર સિંહ સહિતના અધિકારીઓએ ખુલ્લો મૂક્યો હતો. બેટરી સંચાલિત કાર દિવ્યાંગ, વૃદ્ધ તેમજ બિમાર મુસાફરોની સેવા માટે પ્રાંરભિક તબક્કામાં પ્લેટફોર્મ નંબર ૧, ૭ અને ૬ પર રાખવામાં આવશે. આ સેવા માટે BOC એપ્લિકેશનની મદદ લેવા હેલ્પલાઇન નંબર પણ સ્ટેશન પર ડિસ્પલે કરવામાં આવ્યા છે.

vadodara

કોર્પોરેટ કંપનીઓ તેમજ સરકારી મોટી કંપનીઓ સીએસઆર એક્ટિવિટી હેઠળ લોકકલ્યાણના કાર્યોમાં સહભાગી થતી હોય છે તે અંર્તગત આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ દિવ્યાંગજનો માટે ઉપયોગી પહેલની જે વાત વહેતૂ મૂકી છે તે બાબતને ધ્યાનમાં રાખતા દિવ્યાંગજન, વૃદ્ધ તેમજ બિમાર લોકેોની અવરજવર માટે બેટરી સંચાલિત કારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે વૃદ્ધ તેમજ દિવ્યાંગજનોએ આનંદથી આ સેવાને વધાવી લીધી હતી.

English summary
Battery Car Service at Vadodara Railway Stations

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.