
જાણો તમારા ઉમેદવારને: જમાલપુર-ખાડિયાથી ભાજપના ભુષણભાઈ ભટ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ભુષણભાઈ ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. તો ભુષણભાઈ ભટ્ટ વિષે થોડુ જાણીએ. ભુષણભાઈનો જન્મ 27 સપ્ટેમ્બર,1963ના રોજ અમદાવાદમાં થયો હતો. ભુષણભાઇ ભટ્ટના પિતાનું નામ અશોકભાઈ ભટ્ટ છે. તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે 2nd બી.કોમ, સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સૌ પ્રથમ 2007માં વિધાનસભાની ચૂંટણીમાં પસંદગી પામ્યા હતા.
ભુષણભાઈ ભટ્ટ વર્ષ 2012ની વિધાનસભામાં પણ અમદાવાદની જમાલપુર-ખાડિયા વિસ્તારમાંથી વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના સમિરખાન શીપીને હાર આપી હતી અને ભુષણભાઈ ભટ્ટ 2012ની ચૂંટણીમાં 48,058ના જંગી મતોથી વિજેતા થયા હતા. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમની પત્નીનું નામ પારૂલબેન છે અને તેઓ ગૃહિણી છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો મુખ્ય વ્યવસાય સમાજ સેવાનો છે.