For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday Special: જ્યારે બાળ નરેન્દ્રએ પકડી લીધું મઘરનું બચ્ચું, હીરાબા ખીજાયાં

Birthday Special:જ્યારે બાળ નરેન્દ્રએ પકડી લીધું મઘરનું બચ્ચું, હીરાબા ખીજાયાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિસ છે, દેશની સત્તા પર રાજ કરનાર પીએમ મોદીની બાળપણથી પીએમ બનવા સુધીના ઘણા કિસ્સા રોચક રહ્યા, જેનાથી એ સાબિત થાય છે કે તેઓ શરૂથી જ નિડર અને સાહસી હતા, પરંતુ જ્યારે તેઓ પીએમની ખુરશી પર બેસ્યા હતા ત્યારે તેમના બાળપણનો એક કિસ્સો ભારે મશહૂર થયો હતો, જે જેને તેમના મોટાભાઈ સોમભાઈ મોદીએ મીડિયા સાતે શેર કર્યો હતો.

જ્યારે નરેન્દ્ર મોદીએ મઘર પકડી લીધો હતો

જ્યારે નરેન્દ્ર મોદીએ મઘર પકડી લીધો હતો

તેમણે કહ્યું હતું કે એકવાર તેમના નાના ભાઈ નરેન્દ્રએ બાળપણમાં પોતાના ગામની એક નદી 'શર્મિષ્ઠા'માં મઘરના બચ્ચાંને પકડી લીધું હતું, જે ઉંમરમાં બાળકો ગિલ્લી-ડંડા રમે છે, તે ઉંમરમાં કોઈ બાળક મઘરનું બચ્ચું પકડી લે તો તેના માટે તમે માત્ર એક જ શબ્દ ઉપયોગ કરી શકો અને તે છે 'વીર'.

મા પહેલાં વઢ્યાં અને પછીં સમજાવ્યા

મા પહેલાં વઢ્યાં અને પછીં સમજાવ્યા

પરંતુ નરેન્દ્ર જ્યારે તે મઘરના બચ્ચાંને પકડીને પોતાની મા હીરાબા પાસે ગયા તો તેમના મા પહેલા ભારે વઢ્યાં અને બાદમાં સમજાવ્યા કે આને ફરી છોડીને આવો, બાળકને કોઈ માથી અલગ કરીદે તો બંનેને પરેશાની થાય છે, માની આ વાત નરેન્દ્ર મોદીને સમજમાં આવી ગઈ અને તેઓ મઘરના બચ્ચાંને સરોવરમાં છોડી આવ્યા.

બાળપણથી જ નિડર હતા મોદી

બાળપણથી જ નિડર હતા મોદી

આ વાતો સાબિત કરે છે કે નરેન્દ્ર મોદી બાળપણથી જ બહાદુર, હોંશિયાર અને પોતાની માતાનું કહેવું માનનાર બાળક હતા અને કદાચ આ કારણે જ આજે તેઓ દેશના સશક્ત પ્રધાનમંત્રી, કુશળ રાજનેતા અને ભારત માતાના આજ્ઞાકારી પુત્ર છે.

ખાસ ઢંગથી પીએમ મોદીનો જન્મ દિવસ મનાવાશે

ખાસ ઢંગથી પીએમ મોદીનો જન્મ દિવસ મનાવાશે

જણાવી દઈએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીનો જન્મ દિવસ મનાવવા માટે ખાસ તૈયારી કરી છે. પીએમ મોદીના જન્મદિવસથી પહેલા જ પાર્ટીએ સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કર્યું છે જે 14-20 સપ્ટેમ્બર વચ્ચે મનાવવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હી એમ્સથી ઝાડૂ લગાવી અને દર્દીઓને ફળ વહેંચીને કરી હતી. જેને લઈ પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં એક પ્રદર્શની પણ લગાવવામાં આવી છે, જ્યાં પીએમ મોદીની ઉપલબ્ધીઓ જોઈ શકાય છે.

પીએમ મોદીનો આજે જન્મદિવસ, માના આશીર્વાદ લીધા બાદ પહોંચશે સરદાર સરોવર ડેમપીએમ મોદીનો આજે જન્મદિવસ, માના આશીર્વાદ લીધા બાદ પહોંચશે સરદાર સરોવર ડેમ

English summary
birthday special: when child narendra caught crocodile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X