For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહુચરાજીથી બીજેપીની ગૌરવ યાત્રાનો પ્રારંભ, માતાના મઢ ખાતે પુર્ણ થશે!

આજથી ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા દ્વારા બીજેપી જનતા સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આ યાત્રા બહુચરાજી મંદિરથી માતાના મઢ કચ્છ પુર્ણ થશે. આ યાત્રાને જે.પી.નડ્ડાએ પ્રસ્થાન કરાવ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

આજથી ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા દ્વારા બીજેપી જનતા સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આ યાત્રા બહુચરાજી મંદિરથી માતાના મઢ કચ્છ પુર્ણ થશે. આ યાત્રાને જે.પી.નડ્ડાએ પ્રસ્થાન કરાવ્યું હતું.

BJP

બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા દ્વારા માં બહુચરાજીના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નથી. આ યાત્રા નિકાળનાર ભાજપ હોઇ શકે, આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની નથી. આ ગૌરવ યાત્રા ભારતના ગૌરવને સ્થાપિત કરતી યાત્રા છે. આજે દેશ આત્મ નિર્ભર, વોકલ ફોર લોકલ, વિકસીત ભારત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ જે ઉચાંઇ પર જઇ રહ્યુ છે તે યાત્રાની ગંગોત્રી ગુજરાત છે.

તેમણે જણાવ્યુ કે, ગુજરાતે દેશને સાધુ સંતો, સામાજીક સુઘારકો, પ્રખર નેતાઓ આપ્યા. આ ગૌરવ યાત્રાથી ગુજરાતનો એક એક નાગરીક ગૌરવવાંતીત થશે. રાજકીય નેતા કેવી રીતે પ્રદેશ અને દેશની તસ્વીર બદલે તેનું જીવતું ઉદાહરણ આપણે ગુજરાતથી જોયુ છે અને હવે દેશની વિકાસ યાત્રા જોઇ રહ્યા છે.

નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ભાઇને ભાઇથી લડાવ્યો. જ્યા પાણી જોઇતુ હતું ત્યા પાણી ન આપ્યુ. જે વિકાસની યાત્રા ચાલતી તેને અટકાવાનો પ્રયાસ કર્યો.આજે સમય તો જુઓ કોંગ્રેસ આજે અટકેલી, ફસાયેલી અને ભટકેલી છે. દેશને કોરોના સામે રક્ષણ મળે તે માટે એક નહી બે-બે રસી ફ્રીમાં આપી. પહેલા પોલીયો જેવા રોગોની રસી માટે વર્ષો વીતતા પણ કરોનાની રસી 9 મહિનામાં આપી દીધી. આ સરકાર પ્રો-એક્ટીવ સરકાર છે, જવાબદાર સરકાર છે. ભાજપ સરકાર લોકોના દુખ-દર્દ સમજી શકે છે. યુક્રેનમાં યુદ્ધ સમયે દેશના યુવા વિદ્યાર્થીઓને પરત લાવવાનું સફળતાથી કામ કર્યુ. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક ફોન કરી અટકાવ્યું અને 22 હજાર વિદ્યાર્થીઓને સલામત ભારત લાવ્યા.

નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, પહેલા કોંગ્રેસની સરકારમાં દિવસભર નેશનલ હાઇવે માત્ર 12 કિ.મી બનતા પરંતુ આજે 37 કિ.મી બને છે. એક સમયે દેશમાં રેલ લાઇન એક વર્ષમાં 375 કિ.મી બનતી આજે 1458 કિ.મી રેલ લાઇન બને છે. એક સમયે 27 હજાર કરોડ એગ્રી કલ્ચરનું બજેટ હતું આજે એક લાખ 24 હજાર કરોડ બજેટ છે. દેશના ખેડૂતોને કિસાન સમાન નિધી મળે છે. પહેલા એક પ્રઘાનમંત્રી કહેતા કે હું એક રૂપિયા મોકલુ તો તે 85 પૈસા ક્યા જાય છે તે ખબર નથી આજે મોદીજી 11 કરોડ ખેડૂતોને તેમના ખાતમાં 2-2 હજાર રૂપિયા સીધા જમા કરાવે છે. પાછલા 21 વર્ષમાં ગુજરાતની તસ્વીર બદલાઇ છે. આજે ગુજરાત સ્ટાર્ટ અપમાં, સોલર,ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ, પાવર એનર્જી, સર પ્લસ પાવર, શિક્ષણ અને હેલ્થમાં આગળ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સંબોધન કરતા જણાવ્યું કે, માં બહુચરાજીની પાવન ઘરતી પરથી આજથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને જનતા ઉપસ્થિત છે સાથે જનતાને કહેવુ છે લોકશાહીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. પહેલા આ વિસ્તારમાં ગાંડા બાવળના વૃક્ષો જોવા મળતા પરંતુ આજે આ વિસ્તારમાં ઓટો ઇન્ડસ્ટ્રી આવવાથી આ વિસ્તાર મોંઘો બન્યો છે. મારૂતીનો પ્લાન્ટ અહી આવવાથી રોજગારી વધી. ગુજરાત આજે નેનો કારથી લઇ નેનો યુરિયાનું સાક્ષી બન્યું છે. કલોલમાં નેનો યુરિયાનું પ્રોડકશન શરૂ થઇ ગયું છે. ખેડૂતોને પહેલા ખંભે 50 કિલોની બેગ લઇ ખેતરમાં જતા હતા તેના બદલે હવે ખીસ્સામાં 500 એમ.એલની બોટલ લઇ ખેતી કરવા જઇ શકાય એવી ક્રાંતીકારી શોધ થઇ છે. દેશનું કરોડો રૂપિયાનું હુંડિયામણ બચી શકશે. નર્મદા યોજનાના કામોને ગુજરાતમાં અટકાવનાર વિરોધીઓ આજે ગુજરાતમાં વોટ માંગવા આવ્યા છે. કોણ મેઘા પાટકરની મંડળીને ટેકો કરતું હતું ? તે પણ આજે યાદ કરાવવું પડે કોંગ્રેસની તત્કાલીન સરકારે નર્મદા બંધની ઉંચાઇ વઘારવાની મંજૂરી નોહતી આપતી ત્યારે તે સમયના તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 78 કલાક ઉપવાસ પર બેસવું પડયુ. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી માં નર્મદાનું નીર કેવડીયાથી કચ્છ સુઘી પહોંચ્યું છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબેના માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે વિકાસના પાયા નખાયા છે. દેશમાં આવેલ કોરોના મહામારીમાં દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તેના માટે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચિંતા કરી અને 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ આપવાની વ્યવસ્થા કરાવી. કોરોના પછી પણ ગુજરાત નાણાકીય વ્યવસ્થામાં નિતિ આયોગ પ્રમાણે આજે નંબર વનની પોઝીશન પર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ,રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રયાસ કરીએ.

English summary
bjp-s-gaurav-yatra-begins-from-bahucharaji
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X