For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીએ જનસભાને કહ્યું ઉનાકાંડમાં ભાજપ ન્યાય નહીં આપે!

|
Google Oneindia Gujarati News

ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા દલિતોને મળવા માટે બસપા સુપ્રીમો માયાવતી આજે અમદાવાદની મુલાકાતે છે અને તેઓ અમદાવાદ એરપોર્ટથી આવીને સારંગપુર ખાતે પહોંચ્યા છે. સારંગપુર ખાતે તેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સારંગપુરમાં મોટીસંખ્યામાં બસપા કાર્યકરો સમક્ષ માયાવતીએ જનસભાને સંબોધી હતી અને ગુજરાત સરકાર અને ભાજપ પર નિશાન તાક્યું હતું.

ઉના દલિત કાંડ મામલે બોલતા માયાવતીએ કહ્યું કે ભાજપવાળા દલિતોને ન્યાય નહી આપી શકે. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે કંઇ કર્યું નહીં એટલે મારે અહીં આવવું પડ્યું. નોંધનીય છે કે ચોર્ટર પ્લેનમાં આવેલી માયાવતીને ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી હતી.

mayawati

વળી સિવિલ હોસ્પિટલ ખાતે ઉના કાંડના પીડિત દલિત યુવાનો સાથે મુલાકાત વખતે પણ સિવિલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. ત્યારે આજના એક દિવસના આ કાર્યક્રમ બાદ માયાવતી પરત ફરવાના છે.

English summary
Mayawati talks about bjp regarding una dalit case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X