For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં ભીષણ આગ, 50 ફટાકડા સ્ટોલ ભષ્મીભૂત

|
Google Oneindia Gujarati News

fire-vadodara
વડોદરા, 11 નવેમ્બરઃ વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલી ફટાકડાની દૂકાનમાં ગત કાલે અચાનક ભીષણ આગ લાગી હતી. જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ આગની ઝપેટમાં 50 કરતા વધારે દૂકાનો અને વાહનો આવી ગયા હતા. બનાવની જાણ થતાં આસપાસમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે, પોલો ગ્રાઉન્ડ પર 3 નંબરની હરોળમાં આવેલી 7 નંબરની દૂકાનમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. ઉપસ્થિત લોકો હજૂ કંઇ સમજે તે પહેલા જ આ આગની ઝપેટમાં આસપાસના તમામ ફટાકડાના સ્ટોલ આવી ગયા હતા અને ભસ્મીભૂત થઇ ગયા હતા. આ રીતે આગ લાગવાથી લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું હતું અને અફરા-તફરી મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 15 ગાડીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર મહામહેનતે કાબુ મેળવ્યો હતો. બાદમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાંચથી વધુ લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે, આગની ઝપેટમાં માત્ર સ્ટોલ જ નહોતાં આવ્યા પરંતુ આસપાસ રહેલા વાહનો પણ આવી ગયા હતા. તેમજ આગ ફટાકડાના સ્ટોલમાં લાગી હોવાથી ફટાકડાંઓ ફૂટવાના અવાજો દૂર-દૂર સુધી સંભળાઇ રહ્યાં હતા, જેના કારણે લોકો વધારે ભયભીત થયા હતા. આ આગના કારણે કરોડો રૂપિયા જેટલું નુક્સાન પહોંચ્યું હોવાના અહેવાલ છે, પોલીસે ઘટના કેવી રીતે બની તે અંગે માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે અને અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

English summary
At least one person was charred to death and another injured on Saturday in a fire that broke out in the city's biggest firecracker market, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X