For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૃદયપૂર્વક ઉજવીએ છીએ બેસતું વર્ષ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ. ગુજરાતી વિક્રમ સંવત મુજબ બુધવારે છે કારતક સુદ એકમ વિક્રમ સંવત 2069. આ દિવસે ઉદિત થનાર સૂર્યનું પ્રથમ કિરણ ગુજરાત માટે સામાન્ય સવાર નહિં હોય. આ કિરણ નૂતન વર્ષનો સંદેશ લાવશે કે જેના રંગે સમગ્ર ગુજરાતી પ્રજા રંગાઈ જશે. ચારે બાજુ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ હશે. નવા-ના વસ્ત્રો-કપડાઓ પહેરી લોકો દિવસનો શુભારંભ કરે છે અને સવારે પ્રથમ મળનાર દરેક વ્યક્તિને નૂતન વર્ષાભિનંદન કે સાલ મુબારક અથવા હૅપ્પી ન્યુ ઈયર કહેશે. આ ઉદ્ગાર હૃદયમાંથી નિકળશે. કોઈની દેખાદેખી નહિં હોય જેમ કે થોડાંક લોકો દર વર્ષ 31મી ડિસેમ્બરની રાત્રે અને 1લી જાન્યુઆરીના દિવસે દેખાડો કરે છે.

વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓનો સમ્પુટ છે ભારતીય સંસ્કૃતિ અને તેના હેઠળ ઉજવાતા દરેક ઉત્સવનો પોતાનો એક મહિમા છે, એક નક્કી વિચારસરણી છે. સામાન્ય પ્રજાના હૃદયને ઉત્સાહ અને ઉમંગથી ભરી દેનાર આપણા ઉત્સવો કદાચ વિશ્વના અન્ય દેશોના ઉત્સવોની સરખામણીએ અનેક ગણાં વધુ સાર્થક છે. એવું જ ઉત્સવ છે નૂતન વર્ષનું. દેશના વિવિધ રાજ્યોમાં આ નૂતન વર્ષ જુદા-જુદા સમયે ઉજવાય છે કે જેની સાથે સ્થાનિક લોકોના ક્રિયાકલાપો તથા પ્રજાભાવના સંકળાયેલાં હોય છે. ગુજરાતમાં નૂતન વર્ષ દીવાળીના પછીના દિવસે ઉજવાય છે. તેની પાછળ પણ એક નિશ્ચિત કારણ, એક નિશ્ચિત ખ્યાલ તથા લાગણી છુપાયેલાં છે. ઉત્સવોથી ભરપૂર ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતી સંસ્કૃતિની વિશિષ્ટ છાપ છે કે જે ખાસ કરી નવરાત્રિ તેમજ બેસતું વર્ષ એટલેકે નૂતન વર્ષે પોતાની અલગ જ છટા પાથરે છે.

Heartly celebrating new year

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. 70 ટકા લોકો કૃષિ કાર્યો સાથે સંકળાયેલાં છે. એ જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં ઉજવવામાં આવતું દરેક ઉત્સવ કોઈને કોઈ અભિગમ વડે કૃષિ સાથે સંકળાયેલું હોય છે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, તો વર્ષા ઋતુ સમાપ્ત થઈ ચુકી હોય છે. ખેડૂતો વાવેલા પાક કાપે છે. કૃષિ ઉત્પાદનો વેચે છે. આ બધું કરતાં શરદ પૂર્ણિમા સુધીનો સમય લાગે છે. કૃષિ ઉત્પાદનોના વેચાણ બાદ ખેડૂતો પાસે પૈસા આવી જાય છે. આ સાથે જ ખેતીના કામોમાંથી તેઓને ફુરસદ મળી જાય છે. ઉપલબ્ધ નાણાંનો કેટલોક હિસ્સો તન-મનની સ્વસ્થતા ઉપર ખર્ચ કરવો છે, પરંતુ તેના માટે જરૂર હોય છે ઉત્સવની. આ જ કારણ છે કે હળ-વાવણી-કાપણી જેવા કાર્યોથી નિવૃત્ત થઈ લોકો દીવાળી અને બેસતું વર્ષ જેવા ઉત્સવો ઉજવે છે. આ ઉત્સવો સાચે જ દિલથી ઉજવાય છે. અંતરના ઉમંગથી ઉજવાય છે. જે રીતે ગ્રામ્ય સંસ્કૃતિ માટે દીવાળી તથા બેસતું વર્ષ તહેાર અનુકૂળ સમયે આવે છે, તેવી જ રીતે શહેરી સંસ્કૃતિ માટે પણ કારતક માસના પ્રથમ દિવસે ઉજવાતું બેસતું વર્ષ ખૂબ જ અનુકૂળ છે. આ સાથે જ શહેરોમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પાંચ દિવસ માટે બંધ થઈ જાય છે. દીવાળી-બેસતું વર્ષની ખરીદી માટે બજારો નવરાત્રિ પછી જ વ્યસ્ત થઈ જાય છે, પરંતુ બેસતાં વર્ષથી લઈ પાંચ દિવસ સુધી આ વ્યસ્ત બજારો સુનકાર ભાસે છે. ના તો કોઈ વેચનાર હોય છે, નહિં કોઈ ખરીદનાર. આ દરમિયાન લોકો બેસતું વર્ષ, ભાઈબીજના તહેવારોની પાંચ દિવસ સુધી મજા માણે છે. તે પણ દિલ થી. ઘરે-ઘરે ચવાણાં-મિઠાઈ-ફરસાણની થાળીઓ શણગાર સજે છે. મહેમાનોનો ઇંતેજાર રહે છે. લોકો એક-બીજાના ઘરે જઈ માત્ર બેસતા વર્ષની શુભેચ્છાઓની આપ-લે જ નથી કરતાં, પણ તરેહ-તરેહ પ્રકારની વાનગીઓની પણ મજા માણે છે. લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તે વ્યાપારિક પ્રવૃત્તિઓ પુનઃ શરૂ થાય છે.

દરમિયાન બદલાતાં પરિવેશમાં પણ આપણાં ઉત્સવોનો મહત્વ જળવાઈ રહેલો છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના ઓછાયો પણ ચોક્કસ જ આપણાં ઉત્સવો ઉપર પડ્યો છે. આ જ કારણ છે કે અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે ઉજવાતાં નવા વર્ષે પણ ચારેબાજુ જોરદાર હંગામા થાય છે. 31મી ડિસેમ્બરની રાત્રે ક્લબો-પાર્ટીઓમાં મહેફિલો સજે છે અને 1લી જાન્યુઆરીના રોજ લોકો મોટી શાનથી હૅપ્પી ન્યુ ઇયર હે છે, પરંતુ આ અંગ્રેજી હૅપ્પી ન્યુ ઇયરમાં મનની લાગણી નથી હોતી, બલ્કે દેખાડો સ્પષ્ટ ઝલકે છે. વસતીના પ્રમાણે જોઇએ, તો અંગ્રેજી નૂતન વર્ષ ઉજવનારાઓની ટકાવારી માંડ 20 થાય છે. જ્યારે દેશની 80 ટકા આબાદી ગાઢ નિદ્રામાં હોય, ત્યારે થોડાંક મુટ્ઠી ભર લોકો બાર વાગવાની રાહ જુએ છે અને બાર વાગતાં જ ધૂમ-ધડાકાભેજ નવા વર્ષનું સ્વાગત કરે છે. વિચારણીય બાબત એ છે કે આવું નૂતન વર્ષ શું કામનું કે જે માટે સામાન્ય પ્રજામાં કોઈ ઉત્સાહ ના હોય. જે થોડા ઘણાં લોકો તેને ઉજવે છે, તે પણ કદાચ દિલથી નહિં, પણ દેખાડામાં ઉજવતાં હશે.

English summary
Gujarat celebrate New Year by heart on Kartik Sud Ekam of Vikram Samvat Calender.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X