વીડિયો: 'ચાય પે ચર્ચા' મોદી સાથે એક લાખ લોકોએ કરી ચર્ચા

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 12 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે દેશભરમાં 1 લાખથી પણ વધારે લોકો સાથે જોડાઇને ચા સાથે સર્ચા કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ અમદાવાદથી વીડિયો કોન્ફ્રન્સની મદદથી બેંગલોર, મુંબઇ, દિલ્હી, વારાણસી, તિરુવનંતપુરમ, વડોદરા, પુણા જેવા શહેરોના લોકો સાથે જોડાઇને ચર્ચા કરી રહ્યા છે.

મોદીએ શરૂઆતમાં જણાવ્યું કે આપણા દેશમાં ચાનું વિશેષ મહત્વ છે. ચાની સાથે ફૂટપાથ પાર્લામેન્ટ થાય છે. ચાની ચૂચકી લેતા લેતા લોકો દેશ-દુનિયાની ચર્ચા કરવા લાગે છે. એક રીતે ચાની ચોપાટ પર લોકસભા સર્જાય છે. નરેન્દ્ર મોદીએ આ ચર્ચાનું આયોજન કરવા માટે સૌનો આભાર માન્યો અને ખાસ કરીને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કર્યો જેના થકી આ ચર્ચા અન્ય રાજ્યોના શહેરોના લોકો સાથે પણ સંભવ બની છે.

namo
આજે આપણો ચર્ચાનો વિષય છે સુરાજ્ય. જો સુશાસન પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે તો દેશ કેવી રીતે ચાલશે. માટે મે એવું વિચાર્યું કે આજે હું દેશભરના એક લાખ જેટલા લોકો સાથે ચર્ચા કરી રહ્યો છું, ત્યારે તમારા મુદ્દાઓને સાંભળીશ અને સમજીશ. નરેન્દ્ર મોદીએ તેમની સાથે જોડાયેલા 1 લાખ લોકોને જણાવ્યું કે હું આજે ચા પીતા પીતા તમને સાંભળીશ અને તમારા પ્રશ્નોના જવાબ આપીશ.

નરેન્દ્ર મોદીએ લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. નરેન્દ્ર મોદીએ સુરાજ્ય અને સુશાસન પર પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. નરેન્દ્ર મોદીએ કાળાનાણા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર જણાવ્યું કે દિલ્હીમાં જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે વિદેશમાંથી ભારતના કાળા નાણા પાછું લાવવા માટે એક ખાસ ફોર્સની રચના કરવામાં આવશે. તેમજ જે લોકો પ્રામાણિકતાથી ટેક્સ પે કરે છે તેમને રાહત આપવામાં આવશે તેમજ જે લોકોનું કાળુ નાણું છે તેમને સજા કરવામાં આવશે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એવા દેશોનું સમુહ બનાવવું જોઇએ જે દેશોમાં સૂર્યનો પ્રકાશ ખૂબ જ છે. અને તેઓ સાથે મળીને ક્લિન એનર્જીના નિર્માણ માટે પ્રયાસો કરે. મેં આ અંગે વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો પરંતુ તેમણે એઝ ઇટ ઇઝ ધ્યાન દોર્યું નહીં.

મોદીની ચા સાથે ચર્ચાને જુઓ લાઇવ....

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/-py59EUPpSE" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Chai pe Charcha with Narendra Modi from Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.