For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કંઇક આ રીતે અપાઇ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 એપ્રિલ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્‍મ જયંતિ નિમિત્તે મુખ્‍યમંત્રી આનંદીબહેન પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્‍યક્ત કરી હતી.

આનંદીબહેન પટેલે ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્‍મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષય શીઘ્ર વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં સ્‍વયં ઉપસ્‍થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્‍સાહન પુરૂં પાડ્યું હતું.

મુખ્‍યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્‍ટ્રલ વિસ્‍ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્‍પાંજલિ અર્પણ કરવા પહોંચ્‍યા હતા. આ વેળાએ સામાજિક ન્‍યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરા, આરોગ્‍ય મંત્રી નિતીનભાઇ પટેલ, મેયર મહેન્‍દ્રસિંહ રાણા, વિધાનસભા ઉપાધ્‍યક્ષ આત્‍મારામ પરમાર, દંડક પંકજ દેસાઇ અને ધારાસભ્‍યો, અગ્રણીઓ તથા નાગરિકો પણ જોડાયા હતા.

ત્‍યાર બાદ મુખ્‍યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્‍યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્‍થિત રહ્યા હતા.

બાબા સાહેબને શ્રદ્ધાંજલિ જુઓ તસવીરોમાં...

આંબેડકરની 125મી જન્‍મ જયંતિ

આંબેડકરની 125મી જન્‍મ જયંતિ

મુખ્‍યમંત્રી આનંદીબહેન પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્‍મ જયંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્‍યક્ત કરી હતી.

પુષ્‍પાંજલિ અર્પણ

પુષ્‍પાંજલિ અર્પણ

મુખ્‍યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્‍ટ્રલ વિસ્‍ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્‍પાંજલિ અર્પણ કરવા પહોંચ્‍યા હતા.

ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ

ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ

મુખ્‍યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી.

ગણપતસિંહ વસાવા

ગણપતસિંહ વસાવા

મુખ્‍યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્‍યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્‍થિત રહયા હતા.

શીઘ્ર વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

શીઘ્ર વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્‍મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષયક શીઘ્ર વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં સ્‍વયં ઉપસ્‍થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્‍સાહન પુરૂં પાડ્યું હતું.

English summary
CM Anandiben Patel gave tribute to Dr.Ambedkar on his 125th birth anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X