આ ભાઇને તો ખાલી બોલવું છે અમારે ઘર ચલાવવાનું છે!

Posted By:
Subscribe to Oneindia News

ઉપરોક્ત પ્રતિક્રિયા તમારા મારા જેવા તેવા કેટલાય સામાન્ય લોકોની છે જેમને પાસે કાળુ નાણું નથી અને જે નાણું બચ્યું છે તે પણ હવે કેટલા દિવસ ચાલશે તેનો જવાબ ખુદ તેમની પાસે પણ નથી. નોટબંધીને આજે 10મો દિવસ છે. ત્યારે અમે નોટબંધ પર કેટલાક તેવા લોકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો જેને કાળું નાણું કદી જોયું નથી. ત્યારે તેમની શું સમસ્યા છે સાંભળો અહીં...

rbi

રામુ, કામવાળો
રાજસ્થાનથી આવેલા રતનલાલ સિંહ ઉર્ફૂ રામૂ અમદાવાદમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. તેમની પાસે 25 હજાર રૂપિયાની બચત હતી પણ તેમાં 500 અને 1000 રૂપિયાની નોટ વધારે હતી. તે પૈસા તો તેમણે બેંકમાં લાઇનમાં ઊભા રહીને જમા કરાવી દીધા અને 2000 રૂપિયા ખર્ચા માટે લઇ પણ આવ્યા પણ હવે 10માં દિવસે તેમની પાસે જૂજ પૈસા બચ્યા છે. ઘરમાં રાશન છે. પણ રોજીંદી વસ્તુ જેમ કે ચા માટે દૂધ કે લારી પર ચા પીવા માટે પૈસા નીકળવા કે નહીં? શાક માટે ખર્ચો કરવો કે નહીં? તેવા સવાલો પર હવે તેમને વિચાર કરવો પડે છે. કારણ કે આ રૂપિયા પૂરા થઇ ગયા તો લાંબી લાઇનમાં ઊભો રહેવું તેને પોસાય તેમ નથી?

bank

રાહુલ, યંગસ્ટર
રાહુલની હાલમાં જ પહેલી નોકરી લાગી છે. અમદાવાદમાં તે નવા છે. નોકરીમાં 9 થી 6 ગયા વગર છૂટકો નથી. ડેબિટ કાર્ડ તો છે પણ બધી જગ્યાએ તે ચલાવી શકાય તેટલું બેલેન્સ તેમાં પણ નથી. તેમણે મિત્રોથી જુગાડ કરીને નાના મોટા ખર્ચા તો કરી દીધા છે પણ મુશ્કેલી તો તે પણ અનુભવી રહ્યા છે. તેમના મતે મોદીના આ નિર્ણયથી મોટા લોકોનું તો પેટનું પાણી પણ નથી હલ્યું પણ તેમની ડે ટુ ડેનું મુશ્કેલી જરૂરથી વધી ગઇ છે.

note

માલતી, હાઉસવાઇફ
માલતી પાસે પણ પોતાનું ડેબિટ કાર્ડ છે. તેની અન્ય લોકો જેટલી મુશ્કેલી નથી. પણ હાથમાં કેસ નથી. એટલે ફળ વાળાની લારી પાસેથી ફળ લેવા હોય તો ત્યાં તેની ડેબિટ કાર્ડ ચાલતુ નથી. ત્યારે કેસ લેસ તેનો સંસાર ક્યાં સુધી ચાલશે તે તેને પણ સમજાતું નથી.

note

નાની હાથલારીના માલિકો
તો બીજી તરફ તેવા અનેક નાના હાથલારીમાં ફળ વેચાતા વેપારી છે જેમને છૂટાની રકઝક છે. તે તેમના જાણીતા ગ્રાહકોને તે ઉધારી આપે છે. એક ફળવાળા જણાવ્યું કે મેડમ જૂની નોટો લઇ શકતા નથી. લારી છોડી લાઇનમાં ઊભા રહી શકતા નથી. અને છૂટા હવે અમારી પાસે પણ તેટલા નથી રહ્યા ત્યારે ઘંધો કેમ કરવો સમજાતું નથી?

bank


મજૂરો
જો નોટબંધીથી કોઇને સૌથી મોટું નુક્શાન થયું હોત તો તે છે કે રોજની રોજ કમાણી કરતા નાના મજૂરોનું. એક બિલ્ડિંગ બનાવતી સાઇટ પર કોન્ટ્રાક્ટરને ત્યાં રોજની મજૂરી કરી કમાતા મજૂરે કહ્યું કે કોન્ટ્રાક્ટરે, નોટબંધી થતા કામ બંધ કરી દીધુ છે. 3 દિવસથી કામ બંધ છે. કોઇ છૂટી મજૂરીનું કામ આપતું નથી. મારી પાસે 50 રૂપિયાની નોટ હતી તે પણ પૂરી થઇ ગઇ છે. હવે હું શું કરું તે સમજાતું નથી?

ત્યારે આજે જ્યારે નોટબંધીનો 10મો દિવસ છે ત્યારે ગરીબ લોકો સૌથી વધુ મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમની પાસે ટીવીમાં સમાચારો સાંભળવાનો સમય નથી. કંઇ સાંભળીને સમજી પણ લે તો બીજા દિવસે નવો નિયમ આવી જાય છે. વળી બીજી બાજુ કેટલાક જુગાડ બાજ લોકો પણ છે. જે આ તકનો પણ લાભ ઉઠાવી પોતાનું ખીસ્સુ ભરી રહ્યા છે. દેશનો સામાન્ય માનવી દેશહિતમાં લાઇનોમાં ઊભો રહેવા તો તૈયાર છે પણ 10માં દિવસે હવે તેની ધીરજ ખૂટી રહી છે! અને આવું જ લાંબો સમય રહ્યું તો લોકોનો જુવાળ સરકાર પર અગ્ન જ્વાળા બની તૂટી શકે છે!

English summary
Read here, Common people reaction and problem on 10th day of demonetization.
Please Wait while comments are loading...