વધુ 7 કોંગ્રેસના ધારાસભ્યોએ રમણ વોરાને આપ્યું રાજીનામું

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસી ધારાસભ્યોનો રાજીનામાં આપવાનો સિલસિલો હજી પણ ચાલુ જ છે. આજે વિધાનસભાના અધ્યક્ષ રમન વોરાને કોંગ્રેસના 7 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. જેમાં શંકર સિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ભોળાભાઇ ગોહિલ, સી.કે.રાઉલજી, અમિત ચૌધરી તથા કરમશી પટેલ અને ધરમેન્દ્રસિંહ જાડેજાના નામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ તમામ ધારાસભ્યો શંકર સિંહ વાઘેલાના સમર્થકો છે. અને જ્યારે શંકર સિંહ વાઘેલાને પાર્ટીમાંથી બહાર નીકાળવામાં આવ્યા ત્યારે પછી ક્રોસ વોટિંગ મામલે તેમના નામ આવતા કોંગ્રેસ તરફ પણ તેમની 6 વર્ષ માટે હાકલપટ્ટી કરવામાં આવી હતી.

congress

નોંધનીય છે કે શંકર સિંહ વાઘેલા ગુરુવારે જ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ક્રોસ વોટિંગ કરેલા તમામ નેતાઓની ચિંતા હવે ભાજપ કરશે. ત્યારે સંભાવના તેવી જ છે કે આ તમામ નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાશે. આમ કોંગ્રેસ રાજીનામાં આપવાનો સિલસિલો અહીં અંત થયો હોય તેમ લાગે છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ રાજીનામાંના કારણે કોંગ્રેસને કોઇ ફાયદો કે નુક્શાન થાય છે કે કેમ તે જોવાનું રહે.

English summary
Congress 7 MLAs resign from congress today, including Shankersinh vaghela's son Mahendra Vaghela.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.