કોંગ્રેસ દેશની પીઠમાં છરો ભોંકી રહી છે: નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ રાજ્યમાં યોજાનારા વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવશે. આ અવસરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ ગુજરાતને વિકાસની નવી વિકાસની નવી ઉંચાઇએ લઇ જવામાં મોદી સરકારના વખાણ કર્યાં હતા. ગડકરીએ કોંગ્રેસ યૂપીએ સરકારની ટીકા કરતાં આરોપ લગાવ્યો હતો કે તે પોતાના સ્વાર્થ માટે સીબીઆઇનો દુરઉપયોગ કરી રહી છે. તેમને આરોપ લગાવ્યો છે કે ' સીબીઆઇ યુપીએ સરકારની એકમાત્ર વિશ્વાસપાત્ર સહયોગી છે. યૂપીએ સરકાર વિરૂદ્ધ જનારાઓ માટે સીબીઆઇનો દુરઉપયોગ કરી રહી છે.
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના પાંચમા દિવસે મોદીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે કેગ જેવી સંસ્થાઓનો અનાદર કરી રહી છે. ' કોંગ્રેસને બંધારણીય સંસ્થાઓ પર વિશ્વાસ નથી. જો મીડિયા કેન્દ્ર સરકારની ટીકા કરે છે તો તે મીડિયા પર પ્રહાર કરે છે. જો કેગ ભષ્ટ્રાચારને બહાર લાવે છે તો તે કેગની ટીકા કરે છે.












Click it and Unblock the Notifications
