જામનગરનો ઝટકોઃ ભત્રીજી સામે કાકાએ સ્વિકારી હાર
ગાંધીનગર, 2 મેઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે થયેલા સાતમા તબક્કાના મતદાનને હજુ બે જ દિવસ પસાર થયા છે અને પરિણામ આવવાને હજુ 14 દિવસની વાર છે, તે પહેલા જ કોંગ્રેસ માટે જામનગર બેઠક તરફથી એ મોટ ઝટકો આપવામાં આવ્યો છે. જામનગર બેઠકના ઉમેદવાર વિક્રમ માડમે પોતાની ભત્રીજી પૂનમ માડમ સામે હારનો સ્વિકાર કરી લીધો છે.

તેમણે વધુમાં કહ્યું કે, મારા પ્રેમમાં ક્યાંક કચાશ રહી ગઇ હશે, મારા તમામ કાર્યકર્તાઓનો હું દીલથી આભાર માનું છું, મારા લાખો શુભેચ્છકો કે જેમણે મને મત આપ્યો છે તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જે સમયની સાથે ચાલતો નથી એ ફેંકાય જાય છે. હું સિદ્ધાંતને વરેલો છું અને આ સ્વાર્થથી ભરેલા સમાજમાં સિદ્ધાંતોની કોઇ કિંમત નથી, આજના સમયમાં મારી વાત બંધ બેસતી નથી.
નોંધનીય છેકે વિક્રમ માડમ જામનગર બેઠક પર છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે. જામનગરમાં 60.14 ટકા મતદાન થયું છે અને વિક્રમ માડમ સામે ભાજપે તેમની જ ભત્રીજી પૂનમ માડમને ઉભી રાખીને મોટો દાવ ખેલ્યો હતો.












Click it and Unblock the Notifications
