For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજીવ ભટ્ટ વિરૂદ્ધ મર્ડર કેસનો ગુનો નોંધવા કોર્ટનો આદેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sanjeev-bhatt
જામનગર, 9 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી વિરૂદ્ધ રમખાણ મુદ્દે જંગ આંદોલન શરૂ કરનાર સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ એક નવી મુસીબતમાં ફસાય ગયા છે. ખંભાળિયામાં ચાલી રહેલા જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ પ્રકરણમાં અહીંની અદાલતે સસ્પેન્ડેડ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિતના સાતેય આરોપી પોલીસકર્મીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાનો હુકમ કર્યો છે. ગુજરાતની એક લોકલ કોર્ટે 22 જૂના એક કેસમાં તેના પર આરોપો લગાવવામાં આવ્યાં છે.

સેશન જજ એન.ટી. સોલંકીએ આ મુદ્દે આરોપીઓની અરજીને નકારી કાઢતાં ગુરૂવારે આરોપો નક્કી કરવાની પક્રિયા હાથ ધરી છે. કોર્ટે સાક્ષીઓના નિવેદન રજૂ કરવા માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ 2002ના ગુજરાત રમખાણ મુદ્દે નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ આરોપો લગાવ્યા હતા કે તેમને પોલીસ ઓફિસરોને આદેશ આપ્યો હતો કે રમખાણોમાં પોલીસ કડક વલણ ન દાખવે. સંજીવ ભટ્ટ પર જે આરોપો લગાવવામાં આવ્યાં છે તે ઘટના 30 ઓક્ટોબર 1990ની છે. તે સમયે સંજીવ ભટ્ટ જામનગરમાં એએસપી હતા.

જામજોધપુરમાં વર્ષ-૧૯૯૦માં આઇપીએસ સંજીવ ભટ્ટની કસ્ટડીમાં રહેલા પ્રભુદાસ વૈશ્નાણી નામના નાગરિકનું તા. ૮-૧૧-૧૯૯૦ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. જોગાનુજોગ આજે તા. ૮ નવેમ્બરના રોજ અદાલતે સંજીવ ભટ્ટ સહિતનાઓ સામે ચાર્જફ્રેમ અંગેનો હુકમ કર્યો છે. કોર્ટનાં હુકમ બાદ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

English summary
Gujarat court orders to frame charges of murder, other offences Gujarat court frames charges of murder, other offences against IPS officer Sanjiv Bhatt in 22-year-old custodial torture case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X