ગરબાડાના આચાર્ય બતાવતા હતા અશ્લીલ ક્લિપિંગ્સ,વાલીઓનો હોબાળો

Subscribe to Oneindia News

ગરબાડા સોમવાર ત્યાં જીતેલા ઉમેદવાર ચંદ્રિકાબહેનને કારણે ચર્ચામાં હતું પરંતુ આજે દાહોદ જિલ્લાનું ગરબાડા એક જુદા જ કારણોસર ચર્ચામાં છે. ગરબાડાના સ્થાનિક વાલીના જણાવ્યા પ્રમાણે ગરબાડાના નવા ફળિયામાં આવેલી બારિયા શાળાના આચાર્ય વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવાત હતા. આ ફરિયાદ વિદ્યાર્થીનીઓએ જ તેમના પરિવારને જણાવી હતી. આ સાંભળીને વાલીઓ રોષે ભરાયા હતા અને પોલીસ પાસે પહોંચ્યા હતા.

Dahod

ફરિયાદ મળતા પોલીસે આચાર્યને વાનમાં બેસાડી લીધા હતા અને ઉધડો લીધો હતો. પોલીસે જણાવ્યુ હતુંકે આ આચાર્ય ભણાવવાના નામે અશ્લીલ વીડિયો બતાવતો હતો તેમજ અશ્લીલ હરકતો પણ કરતો હતો. પોલીસે તેની સામે પોકસો Protection of Children from Sexual Offences Act હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાલ તો આ કેસમાં પોલીસ તપાસ થઇ રહી છે. ત્યારે ગરબાડામાં આવો કિસ્સો થતા ચકચાર મચ્યો છે.

English summary
Dahod : Garbada School principal arrested under Pocso Act

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.