આત્મવિલોપન કરનાર ભાનુભાઇનું થયું નિધન, ઓઢવમાં થયો વિરોધ

Posted By:
Subscribe to Oneindia News

પાટણની જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસે આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું શુક્રવારે મોડી રાતે એપોલો હોસ્પિટલમાં મોત થયું છે. જમીન મુદ્દે દલિત સામાજિક કાર્યકર ભાનુભાઇએ કલેક્ટ કચેરી સમક્ષ આત્મદાહ કર્યો હતો. જે બાદ તેમને સાંજે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘટનામાં તેમનું 95 ટકા શરીર બળી ગયું હતું. અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પણ મોડી સાંજે તેમનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે દલિત મુદ્દાઓને લઇને લડતા ભાનુભાઇની મોત પછી ગુજરાતનું રાજકારણ પર ગરમાયું છે. આ મામલે દલિત સમાજે પાટણમાં રેલી નીકાળી હતી અને દુકાનો બંધ કરાવી હતી. પીએમ કરાવ્યા પછી તેમનું મૃતદેહ તેમના માદરે વતન લઇ જવામાં આવશે. જો કે દલિતભાઇ દ્વારા આત્મવિલોપન કર્યા પછી જીજ્ઞેશ મેવાણી સમેત અનેક નેતાઓ દોડી આવ્યા હતા. અને તેમણે આ વાતનો વિરોધ કર્યો હતો.

Bhanubhai Vankar


તો બીજી તરફ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લોકોએ ટાયર બાળીને ભાનુભાઇની મોત પછી સરકારનો વિરોધ કર્યો હતો. ઓઢવના મનમોહક ચોકડી પાસે આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પણ સતર્ક થઇ છે. અને પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાંપતો બંદોવસ્ત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાટણ કલેક્ટર કચેરી ખાતે જમીન મામલે ભાનુભાઇ અગાઉથી જ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. ત્યારે જીજ્ઞેશ મેવાણી દ્વારા કલેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગણી પણ ઊઠી હતી. વધુમાં આજે સવારે આ અંગે તેમનો પરિવાર અને જીજ્ઞેશ મેવાણી પ્રેસ કોન્ફર્ન્સ પણ કરવાના છે. ત્યારે આવનારા સમયમાં આ ઘટનાના ઘેરા પ્રતિઘાત પડી શકે તેમ છે.

English summary
Dalit Activist Bhanubhai Vankar died, People protested at Ahmedabad. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.