For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

પાટણ APMC હોલ ખાતે જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

પાટણ APMC હોલ ખાતે જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રોજગારી, એપ્રેન્ટિસ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં 1802 યુવાનોને આજરોજ રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરાયા છે.

job

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિ મકવાણાએ જણાવ્યું કે સરકાર હંમેશા યુવાનોના હિતમાં કાર્ય કરે છે તથા તેમના ભવિષ્યને યોગ્ય ગતિ આપવાનું કાર્ય કરી રહી છે. આજરોજ આયોજિત રોજગાર નિમણૂક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરાર પત્રો વિતરણ કાર્યક્રમમાં જે ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો વિતરણ કરવામાં આવ્યા છું. તેમણે પસંદ થયેલા તમામ યુવાઓને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં મહાનુભાવોના સંબોધન પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રોજગાર મેળવતા ઉમેદવારોને સંબોધ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા, પુર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય દિલીપ ઠાકોર, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, આર.ટી.ઓ. અધિકારી એસ.કે.ગામીત, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા રોજગાર અધિકારી એચ.એચ.ગઢવી, આઈ.ટી.આઈ.વાગડોદ પી.સી.પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.

English summary
District level employment appointment letter distribution program held at Patan!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X