મનમોહન સિંહ: નર્મદા મુદ્દે નરેન્દ્ર મોદી ક્યારેય મને મળ્યા નથી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવતા-આવતા રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે વાતાવરણ વધુ ને વધુ ગરમાઇ રહ્યું છે. મંગળવારે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, અહીં તેમણે જીએસટી અને નોટબંધીના મુદ્દે મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી તેમને ક્યારેય નર્મદા યોજના માટે મળ્યા જ નથી. તેમણે કોઇ રજૂઆત કે ચર્ચા નર્મદા યોજના અંગે કરી નહોતી. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, વર્લ્ડ બેંક દ્વારા જ્યારે નર્મદા યોજના માટે નાણાં આપવાની ના પાડવામાં આવી ત્યારે હું નાણાં મંત્રી હતો અને મેં યોજના માટે નાણાંની ફાળવણી કરી હતી.

manmohan singh

ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી પણ આ પહેલાં અનેકવાર પોતાના ભાષણમાં નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતાં કહી ચૂક્યાં છે કે, તેઓ ઘણી વાર નર્મદા યોજનાના કામ અંગે તે સમયના પીએમ મનમોહન સિંહને મળ્યા હતા, પરંતુ કોઇ ને કોઇ કારણોસર કામ પૂર્ણ નહોતું થતું. આથી હવે મનમોહન સિંહના નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે. આ અંગે વાત કરતાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, ડૉ.મનમોહન સિંહના આંખ, કાન બંધ છે. એ સમયે અનેક બેઠકોમાં નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના અંગે રજૂઆત કરી હતી. પરંતુ નરેન્દ્રભાઇ ગમે એટલું બોલે એમને ક્યાં સંભળાય છે?

English summary
Dr. Manohan Singh was on one day visit of Gujarat ahead of state assembly election. He says, Narendra Modi never met him for narmada yojana in when he was PM.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.