For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારુબંધીવાળા ગુજરાતમાં વર્ષ 2021માં દર મિનિટે 11 બોટલો થઈ જપ્ત

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં દારુની દાણચોરી થતી હોવાના પુરાવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં દારુની દાણચોરી થતી હોવાના પુરાવા મળી રહ્યા છે. રાજ્યમાં વર્ષ 2021માં દર મિનિટે આશરે 11 બોટલો ભારતીય નિર્મિત વિદેશી દારુ(IMFL) જપ્ત કરવામાં આવી હતી. ગુજરાત પોલિસના આંકડાઓ મુજબ પોલિસે 2020માં 115 કરોડ રુપિયાનો દારુ જપ્ત કર્યો હતો જે વર્ષ 2021માં વધી 124 કરોડ રુપિયાનો થઈ ગયો. આમાં દેશી દારૂ અને IMFL બંનેનો સમાવેશ થાય છે.

liquor

તમને જણાવી દઈએ કે પોલિસ સૂત્રોના જણાવ્યા મુજબ IMFL શ્રેણીમાં વર્ષ 2020માં 114 કરોડ રૂપિયાની કિંમતની 45.15 લાખ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2021માં 122 કરોડ રૂપિયાની કિંમતની 57.12 લાખ દારુની બોટલો ઝડપાઈ હતી. રાજ્ય પોલિસે 2020માં 1.95 કરોડ રૂપિયાની કિંમતનો 11.59 લાખ લિટર દારુ અને 2021માં 2.30 કરોડ રૂપિયાનો 17.54 લાખ લિટર દારુ જપ્ત કર્યો હતો.

ગુજરાત પોલિસના એક અધિકારીના જણાવ્યા મુજબ 2020માં ગુજરાત પોલિસે રાજ્યભરમાં દારુની જપ્તી માટે પ્રતિબંધ અધિનિયમ હેઠળ 1.53 લાખ કેસ દાખલ કર્યા હતા જે વર્ષ 2021માં વધીને 1.69 લાખ થઈ ગયા હતા. વળી, 2020માં લગભગ 1.64 લાખ અને વર્ષ 2021માં 1.67 લાખ આરોપીઓ બુટલેગિંગના આરોપ હેઠળ પકડાયા હતા. લૉકડાઉનના 3 મહિના દરમિયાન 2020માં દારુની જપ્તી અને તેનો કેસો ઓછા હતા.

મળતી માહિતી મુજબ વર્ષ 2021માં કોવિડ કેસો હોવા છતાં પરિવહન પર કોઈ નિયંત્રણો ન હોવાના કારણે રાજ્યમાં દારુ વેચાતો રહ્યો. આંકડાઓ મુજબ દારુ પકડવાના કેસમાં હજુ પણ 21,583 આરોપીઓ ફરાર છે. ગુજરાત પોલિસના અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યમાં સતર્ક રહેવા સાથે-સાથે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ઈનપુટ્સની મદદથી દારુ માફિયાઓ પર નજર રાખવામાં આવે છે.

English summary
Dry state Gujarat seized 11 bottles every minute last year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X