For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઇકોર્ટની સુનાવણી દરમિયાન પોલીસ અધિકારી પી રહ્યા હતા કોલ્ડ ડ્રિંક્સ, તો જજે આપી આવી સજા

ગુજરાત હાઈકોર્ટ એક કેસની સુનાવણી કરી રહી હતી, ત્યારે મુખ્ય ન્યાયાધીશ ટ્રાફિક પોલીસ અધિકારીઓને ઠંડા પીણા પીતા જોવા મળ્યા હતા. ઓનલાઈન સુનાવણી દરમિયાન અધિકારીના હાથમાં બોટલ જોઈને ચીફ જસ્ટિસ ગુસ્સે થઈ ગયા હતા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ એક કેસની સુનાવણી કરી રહી હતી, ત્યારે મુખ્ય ન્યાયાધીશ ટ્રાફિક પોલીસ અધિકારીઓને ઠંડા પીણા પીતા જોવા મળ્યા હતા. ઓનલાઈન સુનાવણી દરમિયાન અધિકારીના હાથમાં બોટલ જોઈને ચીફ જસ્ટિસ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, "જો સુનાવણી ઓફલાઇન થઈ રહી હોય, તો શું તમે કોર્ટરૂમમાં કોલ્ડ ડ્રિંક્સ લઈને આવ્યા હોત? તમને જોઈને લાગે છે કે તમે કોઈ કાફેમાં છો."

જજે આપ્યો વિચિત્ર હુકમ

જજે આપ્યો વિચિત્ર હુકમ

જે બાદ હાઈકોર્ટના ન્યાયાધીશે ટ્રાફિક પોલીસ અધિકારીને અમૂલ જ્યુસ અથવા મિલોના 100 કેનનું વિતરણ કરવાનો આદેશ આપ્યો. એમ પણ કહ્યું કે, જો તેઓ આમકરવા સક્ષમ ન હોય, તો તેઓએ 100 કેન સરકારી વકીલની ઓફિસમાં પહોંચાડવા જોઈએ.

ન્યાયાધીશની નારાજગી આલેથી જ સમાપ્ત થઈ ન હતી,આ ઉપરાંત જજેકહ્યું કે, કોર્ટ મુખ્ય સચિવને પણ તમારી સામે અનુશાસનાત્મક પગલાં લેવાનું કહેશે.

જજનો અવાજ સાંભળવા કરતાં પીવામાં મસ્ત હતો

જજનો અવાજ સાંભળવા કરતાં પીવામાં મસ્ત હતો

ઉલ્લેખનીય છે કે, આ ઘટના હુમલાના કેસની સુનાવણી દરમિયાન બની હતી. હાઈકોર્ટની સૂચનાથી અમદાવાદ એસજી હાઈવે ટ્રાફિક પોલીસના પીઆઈ સહિત 2કોન્સ્ટેબલ હાજર રહ્યા હતા.

ત્રણેય પર બે મહિલાઓ પર હુમલો કરવાનો આરોપ હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેચ જ્યારે પોલીસ અધિકારીઓને ઠંડા પીણા પીતા જોયા, ત્યારે કેસની સુનાવણી ચાલી રહી હતી. તેનું ધ્યાન જજનો અવાજ સાંભળવાને બદલે પીવા પર વધુ હતું.

આનાથી જજ નારાજથયા હતા. જે બાદમાં ન્યાયાધીશોની નારાજગી જોઈને સરકારી વકીલે માફી માગતા કહ્યું, 'સર, આ સમયે તેઓ (કોલ્ડ ડ્રિંક્સ પી રહેલા પોલીસ અધિકારીઓ) ટેન્શનમાંછે.'

અમૂલના દૂધના 100 કેનનું વિતરણ કરો

અમૂલના દૂધના 100 કેનનું વિતરણ કરો

તેના પર જજે કહ્યું કે, હવે તેમનું ટેન્શન વધુ વધવાનું છે. કારણ કે, તેમનું વર્તન બિલકુલ યોગ્ય નથી. તેઓ સુનાવણી દરમિયાન ઠંડા પીણાં પી રહ્યા છે, હવે અમારોઆદેશ છે કે, તેઓ 100 કેન જ્યુસ અથવા અમૂલના દૂધનું વિતરણ કરે.

English summary
During the Gujarat High Court hearing, the police officer was drinking cold drinks, the judge gave such order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X