For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ECએ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 7 લોકોને નોટિસ મોકલી

|
Google Oneindia Gujarati News

election-commission-of-india-logo
ગાંધીનગર, 19 ઑક્ટોબર : ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતાનો કડક અમલ કરવા માટે ચૂંટણીપંચે કમર કસી છે. ઉમેદવારો, પક્ષ, કાર્યકરોની દરેક હિલચાલ પર નજર રાખતા ચૂંટણીપંચે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 7 લોકોને નોટિસ મોકલી છે.

આચારસંહિતાના ભંગ રૂપે પહેલા નોરતે ડભોઇ ખાતે આયોજીત ગરબા મહોત્સવની આમંત્રણ પત્રિકામાં સાંસદના નામનો હોદ્દા સાથેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાબતે કાર્યક્રમમાં હાજર સાંસદ, આયોજકોને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

ડભોઇ કોલજ ગ્રાઉન્ડ પર આયોજીત ગરબા મહોત્સવની આમંત્રણ પત્રિકામાં ભાજપના સાંસદ બાળકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય રામસિંહ રાઠવાના નામનો અતિથિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના નામ સાથે તેમના હોદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ બાબતની તપાસમાં કાર્યક્રમનાં ઉદઘાટનમાં સાંસદ રામસિંહ રાઠવા હાજર રહયા હોય અને તેમના હોદ્દાનો પણ પ્રવચનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. જેના પગલે આદર્શ આચારસંહિતા અમલના જિલ્લા સંકલન અધિકારી એન વી ચૂડાસમાએ સાંસદ રામસિંહ રાઠવા તેમજ મહોત્સવના આયોજક અને બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અતુલ પટેલ, મુકેશ શાહ, શંશિકાંત પટેલ, ભાવના ભટ્ટ, સી. એમ. પટેલ અને બાળકુષ્ણ પટેલને શોકોઝ નોટીસ આપવામાં આવી છે.

English summary
EC sent notice to 7 people for violation of code of conduct.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X