• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં BJP સરકાર બનાવશે, મોઢવાડિયાનું રાજીનામુ

|
bjp-tsunami-small
ગાંધીનગર, 20 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવીનો ફેંસલો નજીક આવી ગયો છે. આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ મતદાન બાપુનગર ખાતે શરૂ થવાનું છે. 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઇ છે. સૌપ્રથમ બેલેટ પોસ્ટરની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે.

અપડેડ 5.30 PM

ગુજરાત જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 115, કોંગ્રેસે 61, જીપીપીએ 2 અને અન્યએ 4 બેઠક મેળવી છે. 2007ની ચૂંટણીની સરખામણીમાં બીજેપીએ 2 બેઠક ઓછી મેળવી છે, જ્યારે કોંગ્રેસે 2 વિકેટ વધુ મેળવી છે.


અપડેટ 5.17 PM

નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલયે પહોંચ્યા

નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યલયે પહોંચ્યા છે. અમિત શાહ અને નરહરિ અમિન પણ ખાનપુર કાર્યાલય ખાતે પહોચ્યા છે.


અપડેટ 4.32 PM

કેશુભાઇના ઘરે ગયા મોદી, મોઢવાડિયાનું પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું

2012ની ચૂંટણીમાં 115ની આસપાસ બેઠકો મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી પહેલા માતાને મળ્યા અને બાદમાં કેશુભાઇ પટેલને મળવા ગયા હતા. જ્યાં કેશુભાઇ પટેલે તેમનું મો મીઠું કરાવ્યું હતું. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસનો રકાસ નિકળ્યા બાદ પ્રદેશ પ્રમુખ પદેથી અર્જૂન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે.


અપડેટ 3.37 PM

કેશુભાઇના ઘરે જશે મોદી

ગુજરાતમાં ભાજપે ફરીથી સત્તા મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી માતાના આશિર્વાદ લેવા માટે માતાના નિવાસ્થાને ગયા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે તે કેશુભાઇ પટેલને મળવા માટે તેમના નિવાસ્થાને જશે.

અપડેટ 2.03 pm

ભાજપના ઉમેદવાર કિરટસિંહ રાણાનો પરાજય

કોંગ્રેસના સોમાભાઇ પટેલનો વિજય લીંમડીમાં થયો છે અને ભાજપના ઉમેદવાર કિરટસિંહ રાણાનો પરાજય થયો છે. આસરવા બેઠક પર આર એમ પટેલનો વિજય થયો છે.

અપડેટ 1.54 pm

જામનગર દક્ષિણમાં વસુબેન ત્રિવેદીનો વિજય

જામનગર દક્ષિણમાં વસુબેન ત્રિવેદીનો વિજય થયો છે. ઠાસરામાં કોંગ્રેસના રામસિંહ પરમારનો વિજય થયો છે. મહુધામાં કોંગ્રેસના નટવરસિંહ ઠાકોરનો વિજય થયો છે. કડીમાં હિતુ કનોડિયાનો પરાજય થયો છે.અપડેટ 1.38 pm

આણંદમાં ભાજપના દિલીપ પટેલનો વિજય, ભાજપ પ્રદેશ પ્રમુખનો પરાજય

ઉંઝામાં ભાજપના નારણ પટેલનો વિજય 23700 મતથી વિજય થયો છે. ઉનામાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. આણંદમાં ભાજપના દિલીપ પટેલ, દેહગામમાં કોંગ્રેસના કામીનીબેન રાઠોડ, સંખેડામાં કોંગ્રેસના ધીરુભાઇ ભીલ, બેચરાજી ભાજપના રજની પટેલ, જમાલપુરમાં ભુષણ ભટ્ટ, ખેરાલુમાં ભાજપના ભરતસિંહ સોલંકીનો વિજય થયો છે. જામનગર ગ્રામ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આર સી ફળદુનો પરાજય થયો છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.

અપડેટ 1.19 pm

દક્ષિણ ગુજરાતમાં નવ બેઠકો પર ભાજપે વિજય

કતારગામ નાના ભાઇ કાનાણીનો વિજય થયો છે. દક્ષિણ ગુજરાતમાં નવ બેઠકો પર ભાજપે વિજય નોંધાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પાંચ-પાંચ વિજય મેળવ્યો છે.


અપડેટ 1.11 pm

તાલાલામાં કોંગ્રેસના જશુભાઇ બારડનો વિજય


તાલાલામાં કોંગ્રેસના જશુભાઇ બારડનો વિજય થયો છે. અંજારમાં ભાજપના વાસણ આહિરનો વિજય થયો છે. ઉમરેઠ બેઠક પરથી જંયત બોક્સીનો વિજય થયો છે. એનસીપીના ફાળે ઉમરેઠની બેઠક આવી છે. વાંકાનેરમાં કોંગ્રેસના મહમ્મદ પિરઝાદાનો વિજય થયો છે. ચોર્યાસી બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.


અપડેટ 1.07 pm
જુનાગઢમાંથી મહેન્દ્ર મશરુનો વિજય

જુનાગઢમાંથી ભાજપના મહેન્દ્ર મશરુનો વિજય થયો છે અને સુરત પશ્ચિમમાં ભાજપના કિશોરભાઇ વાંકાવાળાનો વિજય થયો છે. બોટાદમાં ભાજપનો વિજય થયો છે. સુરત ઉત્તરમાં ભાજપના અજય ચોકસીનો વિજય થયો છે. વાઘોડિયામાંથી મધુ શ્રિવાસ્તવનો વિજય થયો છે. તે છેલ્લી ચાર ટર્મથી આ બેઠક પર જીતતા આવ્યા છે. જામ જોધપુરમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. અમરેલીના ધારીમાં જીપીપીના નવિન કોટડિયાનો વિજય થયો છે. ગારિયાધારમાં ભાજપના કેશુ નાકરાણીનો વિજય થયો છે અને તેમની સામે ઉભેલા કનુ કલસારિયાનો પરાજય થયો છે.

અપડેટ 12.35 pm


અર્જૂન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલનો પરાજય

કોડીનારમાં ભાજપના જેઠા સોંલકીનો વિજય થયો છે. વરાછામાં ભાજપના કુમાર કાનાણીનો વિજય થયો છે. કપરાડામાં કોંગ્રેસના જીતુ ચૌધરીનો વિજય થયો છે. નડિયાદમાં ભાજપના પકંજ પટેલનો વિજય થયો છે. કાલાવાડમાં ભાજપના મેધાજી ચાવડાનો વિજય થયો છે. અર્જૂન મોઢવાડિયાનો પોરબંદરમાં પરાજય થયો છે. તેમની સામે બાબુ બોખિરયાનો વિજય થયો છે. ભાવનગર ગ્રામ્યમાંથી શક્તિસિંહ ગોહિલનો પરાજય થયો છે. તેમની સામે ભાજપના પુરષોતમ સોંલકીનો વિજય થયો છે.

અપડેટ 12.22 pm

જયનારાયણ વ્યાસનો પરાજય

સિદ્ધપુરમાં જયનારાયણ વ્યાસનો 17 હજાર વોટની પરાજય થયો છે. તેમની સામે કોંગ્રેસના બલવંતસિંહ રાજપુતનો વિજય થયો છે. જયનારાયણ વ્યાસ નરેન્દ્ર મોદીના મંત્રાલયમાં મંત્રી હતા અને રાજ્ય સરકારના પ્રવક્તા હતા અને ડભોઇમાં સિદ્ધાર્થ પટેલનો પરાજય થયો છે.

અપડેટ 12.16 pm

બાયડમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ વાઘેલાનો વિજય

ગણદેવીમાં મંગુભાઇ પટેલનો વિજય થયો છે. માણાવદરમાં કોંગ્રેસના જવાહરભાઇ ચાવડાનો વિજય થયો છે. સાવલીમાં અપક્ષનો વિજય થયો છે. બાયડમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ વાઘેલાનો વિજય થયો છે. તે શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. ચાણસ્મામાં પાટણમાં ભાજપના રણછોડ રબારીનો વિજય થયો છે. રાધનપુરમાં ભાજપના નાગરજી ઠાકોરનો વિજય થયો છે. વાંસદામાં કોંગ્રેસના છનાભાઇ ચૌધરીનો વિજય થયો છે.

અપડેટ 11.51 am

વિસાવદરમાં કેશુભાઇ પટેલનો વિજય

ધરમપુરમાં ઇશ્વર પટેલનો વિજય થયો છે. તે કોંગ્રેસના ઉમેદાવર હતા. સાવરકુંડલામાં ભાજપના ઉમેદવાર, જસદણ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલનો વિજય થયો છે. વિસાવદરમાં કેશુભાઇ પટેલનો વિજય થયો છે. જેતપુરમાં કોંગ્રેસના જયેશ રાદડિયાનો વિજય થયો છે.

અપડેટ 11.51 am

સાંજે પાંચ વાગ્યે મોદીની વિજય સભા

અમદાવાદના જેપી ચોકમાં મોદીની વિજય સભા સાંજે પાંચ વાગ્યે કાર્યકરોને સંબોધશે

અપડેટ 11.51 am

ઘાટલોડિયા બેઠક પર આનંદીબેન પટેલનો વિજય

કાંરજમાં જનક કાછડિયા ભાજપ, ઘાટલોડિયા બેઠક પર આનંદીબેન પટેલનો વિજય થયો છે. લાઠીમાં કોંગ્રેસના બાવકુ ઉઘાડનો વિજય થયો છે અને પેટલાદમાં કોંગ્રેસના નિરજંન પટેલનો વિજય થયો છે.

અપડેટ 11.44 am

ધોળકામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો વિજય

ધોળકામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વડોદરાના રાવપુરામાં રાજેન્દ્ર ત્રિવેદીનો વિજય થયો છે. સાંણદમાં કોંગ્રેસનો વિજય થયો છે. સોજિત્રા બેઠકમાં કોંગ્રેસ પુનમ પરમારનો વિજય નોંધાયો છે. સુરત ઉત્તરમાં ભાજપના અભય ચોકસીની જીત થઇ છે.


અપડેટ 11.39 am

નિતીન પટેલ- વજુભાઇ વાળાનો વિજય

ઠક્કરબાપા નગરમાં ભાજપનો વિજય થયો છે. મહેસાણામા નિતીન પટેલનો વિજય થયો છે. રાજકોટ પશ્ચિમમાં વજુભાઇ વાળાનો વિજય થયો છે. જ્યારે જામનગર ગ્રામ્યમાં ફળદુ નજીવી સરસાઇ સાથે આગળ છે. વિરમગામ બેઠક પર કોંગ્રેસના ડો. તેજશ્રી પટેલનો વિજય થયો છે જ્યારે ભાજપના કમાભાઇ રાઠોડનો પરાજય થયો છે.

અપડેટ 11.28 am

પ્રફુલ પટેલનો હિમતનગરમાં પરાજય

પ્રફુલ પટેલનો હિમતનગરમાં પરાજય થયો છે. મહેસાણામાં નિતિન પટેલ આગળ છે.


અપડેટ 11.22 am
એલિસબ્રિજ બેઠક પર જાગૃતિ પંડ્યાનો પરાજય

એલિસબ્રિજ બેઠક પર જાગૃતિ પંડ્યાનો 70 હજાર મત સાથે પરાજય થયો છે. તેમની સામે ભાજપના રાકેશ શાહનો વિજય થયો છે. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં પુરષોતમ સોલંકી 20 હજાર મતથી શક્તિસિંહ ગોહીલ સામે આગળ છે.

અપડેટ 11.08 am
મોદીના પહેલા મંત્રીનો પરાજય

ભાજપનો ત્રણ બેઠક પર વિજય થયો છે પરંતુ ભાજપને મોટો ફટકો પહોંચ્યો છે કે દિલિપ સંઘાણીનો પરાજય થયો છે. આ સાથે જ અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણીનો વિજય થતાં કોંગ્રેસે પહેલું ખાતું ખોલાવ્યું છે. નારાણપુરામાં અમિત શાહ અને અકોટા બેઠક પર સૌરભ પટેલનો વિજય થયો છે.

અપડેટ 11.00 am
ગોરધન ઝડફિયાનો પરાજય

ગોંડલ ખાતે જીપીપીના ગોરધન ઝડફિયાનો પરાજય થયો છે. તેમની સામે ભાજપના જયરાજસિંહ જાડેજાનો વિજય થયો છે. સાણંદમાં બાજી પલટાઇ ગઇ છે 13માં રાઉન્ડમાં કરમશીભાઇ 800 મતથી આગળ થયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મણિનગર બેઠક પર નરેન્દ્ર મોદીની વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસ દ્વારા શ્વેતા ભટ્ટને ટીકિટ આપી હતી. તેઓ 40 હજાર વોટથી જીત્યા છે. મોદીના વિજયથી ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો જૂમી ઉઠ્યા છે.


અપડેટ 10.43 am
મણિનગરમાં મોદીનો વિજય

મણિનગરમાં નરેન્દ્ર મોદીનો વિજય થયો છે. 40 હજાર કરતા વધારે મતોથી આગળ હતા, તેમની સામે શ્વેતા ભટ્ટને કોંગ્રેસે ટીકિટ આપી હતી. ઉનામાં નારણ પટેલ અને આશા બેન વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. બન્ને વચ્ચે માત્ર 100 મતોનું અતર છે. પાંચમાં રાઉન્ડમાં વિસાવદરમાં કેશુભાઇ 2 હજાર રનથી આગળ છે.

અપડેટ 10.34 am

માંગરોળ બેઠકમાં ભાજપનો વિજય

માંગરોળ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમાનો વિજય થયો છે.ત્રીજા રાઉન્ડના અંતે નિતિન પટેલ 4 હજાર મત સાથે આગળ. અર્જૂન મોઢવાડિયા પોરબંદર બેઠકમાં આગળ છે. વાવ અને ડીસાની બેઠકમાં ભાજપ આગળ છે. બનાસકાંઠામાં 9માંથી 7 બેઠકોમાં કોંગ્રેસ આગળ છે. સુરેન્દ્રનગરની તમામ પાંચ બેઠકો પર ભાજપ આગળ છે. ગોંડલ બેઠક પર જયરાજસિંહ 21 હજાર 800 મતથી આગળ છે. જસદણ બેઠક પર ભાજપ 17 હજાર મતથી પાછળ છે. પાટણમાં મતગણતરી મથકે પ્રવેશ બાબતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલ છે.

અપડેટ 10.25 am

કપડવંજ બેઠક પર ઇવીએમ મશીન ખોટવાયું

કપડવંજમાં શંકરસિંહ વાઘેલા આગળ વધી જ રહ્યાં હતા ત્યાં ઇવીએમ મશીન ખોટવાયું છે અને તેના કારણે મત ગણતરી અટકાવવામાં આવી છે. જામનગર ગ્રામ્યમાં આર સી ફળદુ 16 હજાર બેઠકો પર આગળ છે. ભાજપ 108 બેઠકો પર અંગે કોંગ્રેસ 70 બેઠકો પર આગળ છે.


અપડેટ 9.56 am

ખાનપુર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો

ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમતી જોવા મળતા અમદાવાદ ખાતે ખાનપુર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો અને દિગ્ગજ પાર્ટી નેતાઓનો ઉમટ્યા છે અને સ્ટેજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અપડેટ 9.42 am

ભાજપ 103 બેઠકો પર આગળ

તાજા ટ્રેન્ડ અનુસાર ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ છે. ભાજપ 103 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 58 બેઠકો પર આગળ છે. દિલિપ સંઘાણી 10 હજાર મતથી પાછળ છે.


અપડેટ 9.29 am

શક્તિસિંહ ગોહિલ 5 હજાર મતથી પાછળ

ભાવનગર ગ્રામ્ય બેઠક પર શક્તિસિંહ ગોહિલ 5 હજાર મતથી પાછળ છે. ભાજપ મેજિક ફિગરની નજીક પહોંચવા જઇ રહ્યું છે. ભાજપ 90 અને કોંગ્રેસ 54 બેઠકો પર આગળ છે. અમિત શાહ પ્રથમ રાઉન્ડમાં છ હજાર મત સાથે નારણપુરા બેઠકમાં આગળ છે.


અપડેટ 9.25 am

ભાજપના પ્રફુલ પટેલ પાછળ

હિંમતનગર બેઠક પર ભાજપના પ્રફુલ પટેલ પાછળ છે. ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસ આગળ છે. સોજીત્રામાં ભાજપ આગળ છે. આણંદમાં કોંગ્રેસ આગળ છે. બોટાદમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયા આગળ

અપડેટ 9.11 am

ભાજપના જયનારાયણ વ્યાસ પાછળ

પ્રાતિજમાં જયસિંહ પાછળ છે. જ્યારે સિદ્ધપુરમાં ભાજપના જયનારાયણ વ્યાસ પાછળ હોવાના અહેવાલ છે. પાટડીમાં ભાજપ આગળ છે. અત્યારના ટ્રેન્ડમાં જોઇએ તો 69 બેઠક પર ભાજપ, 35 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જામનગર દક્ષિણમાં ભાજપ વસુબેન ત્રિવેદી પાછળ છે. રાજકોટ પૂર્વમાં કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ આગળ છે.અપડેટ 9.03 am

મોઢવાડિયા-રાદડિયા પાછળ

પોરબંદરમાં કોંગ્રેસના મોઢવાડિયા અને ધોરાજીમાં વિઠ્ઠલ રાદડિયા પાછળ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જેતપુરમાં કોંગ્રેસના જયેશ રાદડિયા આગળ છે. કાલાવાડમાં ભાજપ આગળ છે.

અપડેટ 8.50 am

શંકરસિંહ વાઘેલા આગળ, ગોરધન ઝડફિયા પાછળ

કપડવંજમાં શંકરસિંહ વાઘેલા આગળ છે જ્યારે ગોંડલમાં જીપીપીના ગોરધન ઝડફિયા પાછળ છે

અપડેટ 8.46

દિલિપ સાંઘાણી 4100 મતથી પાછળ

ભાજપના કૃષિમંત્રી દિલિપ સાંઘાણી 4100 મતથી પાછળ છે. જ્યાર સાણંદમાં કોંગ્રેસ આગળ છે. ધોળકામાં ભાજપ આગળ છે.

અપડેટ 8.31

આરંભમાં ભાજપ આગળ

મતગણતરીના આંરભમાં ભાજપ આગળ છે, નારણપુરામાં અમિત શાહ આગળ, ઘાટલોડિયામાં આંનદી બેન આગળ, મણિનગરમાં નરેન્દ્ર મોદી આગળ, પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા આગળ, વિસાવદરમાં કેશુભાઇ આગળ, શહેરામાં તખત સિંહ આગળ, અકોટામાં સૌરભ પટેલ આગળ છે.

અપડેટ 8.15 am

ટંકારામાં તાળું તોડવું પડ્યું

ટંકારામાં સ્ટ્રોંગ રૂમની ચાવી ખોવાઇની જવાની ઘટનામાં જાણવા મળ્યું છે કે, તાળું તોડીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા ઇવીએમ મશિનનોને બહાર કાઢવામાં આવ્યા છે. અને અંદાજે 15 મીનિટ મોડી મતગણતરી શરૂ કરવામાં આવી છે.

અપડેટ 8.05 am


મતગણતરી શરૂ ટંકારામાં ચાવી ખોવાઇ

2012ની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. જો કે, એક એવી ઘટના બનવા પામી છે કે રાજકોટના મોરબી નજીકના ટંકારા પાસે સ્ટ્રોંગ રૂમની ચાવી ખોવાઇ ગઇ છે. જેને શોધવાની મથામણ હાજર સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અપડેટ 7:38 am

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર, 2012ના રોજ થવાનો છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી છે. પોલીસના જાપ્તા હેઠળ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગયા છે. આ અંગેની પ્રાત્પ વિગતો અનુસાર ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે. આ ઇવીએમ ગુજરાતમાં 33 સ્થળોએ ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સનાં સખત જાપ્તા હેઠળ કેદ છે. ચૂંટણી પંચે દિવસ-રાત 'સીલ્ડ' સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો ગોઠવ્યો છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે. આ ચૂંટણીમાં થયેલા 71.30 ટકા જેટલા ભારે મતદાનને કારણે વિવિધ રાજકીય પક્ષોની ધારણા ઉલટી પડે તેવી પૂરે પૂરી શક્યતા છે. વિવિધ એક્ઝિટ પોલમાં ગુજરાતની સત્તા ભાજપના હાથમાં આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અનેક લોકોનું માનવું છે કે એન્ટિ ઇન્કમ્બન્સી અને કેશુભાઇ ફેક્ટરના કારણે ભાજપની સ્થિતિ કફોડી થવાની છે.

lok-sabha-home

English summary
gujarat assembly election 2012 voting counting start at 8 am.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more