For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસીઓને આકર્ષવા માટે ગાંધીના નામનો સહારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મહાત્મા મંદિરથી કર્નલ દુષ્યંત: ગઇકાલ એટલે કે બુધવારથી શરૂ થયેલા 13મા ભારતીય દિવસ સમારોહમાં ભાજપ સરકાર ગાંધીના નામનો સહારો લઇ રહી હોય એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સમારોહ દરમિયાન ભાજપ સરકાર દેશના વિકાસમાં યોગદાન માટે પ્રવાસી રોકાણકારોનો વિશ્વાસ જીતી શકે કે ના શકે, એ વાત અલગ છે, પરંતુ એકવાત તો સ્પષ્ટ છે કે ગાંધીવાદી મૂલ્યો અને શિક્ષણને આ પ્રવાસી ભારતીયોના માનસ પટલ પર ઉતારવામાં જરૂર સફળ રહી છે.

મહાત્મા ગાંધીને પરત ફર્યાને 100 વર્ષ પૂરાં થવાના અવસર પર આયોજિત આ સમારોહનો ઉદ્દેશ્ય ગાંધીના નામનો સહારો દેશના વિકાસમાં પ્રવાસીઓની મદદ લેવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 9 જાન્યુઆરી 1915ના દિવસે બાપૂ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. આજે તેમની યાદમાં સિક્કા અને સ્ટેમ્પ જાહેર કરવામાં આવ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે 13મું ભારતીય પ્રવાસી સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે કે જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યાને 100 વર્ષ પુરા થઇ રહ્યાં છે. સ્વતંત્રતા આંદોલનમાં મહાત્મા ગાંધીના યોગદાનનો ઉલ્લેખ કરતાં સુષમા સ્વરાજે કહ્યું કે દેશના વિકાસમાં યોગદાન કરતાં પહેલાં યુવાનો માટે એ જાણવું જરૂરી છે કે દેશ કઇ-કઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

pbd-gandhiji

વિકાસનો ભાગ બન્યા પ્રવાસી યુવાનો
વિદેશમંત્રી સુષમા સ્વરાજે લગભગ 2.5 કરોડ પ્રવાસીઓને ખાસકરીને યુવા પ્રવાસી ભારતીયો સાથે વિકાસનો ભાગ બનવાનું આહવાન કર્યું. મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકા પ્રવાસથી ભારત પરત ફર્યાને સો વર્ષ પુરા થતાં તેમને અને દેશને બનાવવામાં તેમના યોગદાનને યાદ કરતાં વિદેશ મંત્રીએ યુવાનોને દેશના ઇતિહાસ અને સમૃદ્ધ વારસાનો જશ્ન મનાવવાનું કહ્યું.

સુષમા સ્વરાજે કહ્યું કે એક નવા ભારતના નિર્માણમાં ભારતીય મૂળના પરંતુ ભારતથી બહાર વસવાટ કરતાં 2.5 કરોડ લાકો પાસે, જેમાં 50 ટકા યુવાન છે, ઘણી આશાઓ છે. તેમણે કહ્યું કે પોતાની ગરીબી અને અવિકસિત દેશવાળી છબિથી બહાર નિકળીને ભારત એક ઉભરતી તાકત બની રહ્યો છે. સુષમા સ્વરાજે આજે અહીં 13મા પ્રવાસી દિવસના સમારોહ પહેલાં યુવા પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટનના અવસર પર પોતાના વિચાર વ્યક્ત કરી રહી હતી.

સુષ્મા સ્વરાજે યુવાનોને 3 'સી'-કનેક્ટ, સેલિબ્રેટ અને કંટ્રીબ્યૂટ'ને અપનાવવાનો અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે જે પ્રકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી શાંતિ-અહિંસા અને સત્યાના મહાનતમ દૂત બન્યા, તે જ પ્રકારે યુવા ભારતવંશી નવા ભારતને શ્રેષ્ઠતમ દૂત બનાવી શકે છે.

English summary
Gandhi's name be attraction for NRI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X