ગાંધીનગરમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું

Subscribe to Oneindia News

પાટનગરમાં આવેલા ઇન્ફોસિટી ટાવર 2માં બેંકના અધિકારી બનીને વાત કરીને વિદેશી નાગરિકોને લુંટતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો ગાંધીનગર આર આર સેલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે રેડ કરી 19 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોલ સેન્ટરમાં મેજીક જેકનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકો જોડેથોઈ છેતરપીંડી કરવામાં આવતી હતી.

call centre

રાજ્યનુ પાટનગરમાં ઇન્ફોસિટી ટાવર 2ના ત્રીજા માળે આવેલા 303 નંબરની ઓફિસમા ગાંધીનગર આર આર સેલની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમ ઓટોમોટીવ ફાયનાન્સ નામથી ચાલતી ઓફીસમાં કોલ સેન્ટર ધમધમી રહ્યું હતી. પોલીસે રેડ કરી 19 લોકો ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ કોલ સેન્ટર ચલાવવા પાછળ માસ્તર માઈન્ડ રાજેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ છે.

call center

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ

 • રાજેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ (રહે. વસ્ત્રાલ, અમદાવાદ),
 • અમીનઅલી ઇકબાલઅલી બોધલા, (રહે બાવળા, અમદાવાદ)
 • જિજ્ઞેશ પ્રમોદ રાજપૂત (રહે છત્રાલ, કલોલ)
 • નિરવ અરવિંદ દેઢિયા,
 • નવીન દિનેશ શર્મા,
 • પરવેઝ હમીદ બલોચ,
 • મોહસીન નવાજ મલેક,
 • પરવેઝ અમાનુલ્લાખાન શેખ,
 • ચંદન પરમહંસ ત્રિપાઠી,
 • હરનામ કિશોર રાજપૂત,
 • અભિષેક સુભાષ હુલે (તમામ રહે, કલોલ, ગાંધીનગર)
 • માર્ટીન રમેશ ક્રિશ્ચિયન (રહે. અમદાવાદ)
 • આશુતોશ અજય નારકર (રહે. સીટીએમ, અમદાવાદ)
 • રોહન મનહર ચવાણ (રહે. ઘોડાસર, અમદાવાદ)
 • હર્ષદ સંપત નાટર (રહે. બાપુનગર, અમદાવાદ)
 • હિરેન ભરત પંચોલી (વસ્ત્રાલ)
 • નિહાર મનોજ શેઠ ,
 • કપિલ સુનિલ અગ્રવાલ (રહે. અમદાવાદ)
 • હાર્દિક ગોવિંદ અમરનાની(રહે સરખેજ)ની ધરપકડ કરાઇ હતી.
English summary
Gandhinagar call center scam 19 people arrested. Rerad here more.
Please Wait while comments are loading...