For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TPLના માગ આધારિત વીજ દરો સામે GERCનો મનાઇ હુકમ

|
Google Oneindia Gujarati News

gerc
અમદાવાદ, 16 જાન્યુઆરી : ગુજરાત ઈલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશને 15 કેવીએથી વધુ વપરાશ ધરાવતા ટોરેન્ટ પાવરના અમદાવાદ અને ગાંધીનગરના રેસિડેન્શ્યલ ગ્રાહકો પાસેથી લેવાતા ડીમાન્ડ આધારિત વીજ દર સામે 28 ડિસેમ્બર, 2012ના રોજ મનાઈહુકમ આપ્યો છે.

ટોરેન્ટ પાવરના લિ.(TPL)ના અમદાવાદ અને ગાંધીનગરના રેસિડેન્શ્યલ ગ્રાહકો પાસેથી માંગ આધારિત વીજ દરનો નવો અભિગમ જીઈઆરસીના 6 સપ્ટેમ્બર, 2011ના હુકમથી દાખલ કર્યો હતો. જીઈઆરસીએ તેના આ હુકમ દ્વારા એક જ સંકુલમાં લાઈટીંગ અને મોટીવ પાવર બંને માટે અલગ મીટર રાખવી પડે નહીં તે માટે બંનેને ભેગાં ગણ્યાં હતાં. જો કે ટીપીએલ દ્વારા 15 કે.વી.એ.થી વધુ લોડ ધરાવતા ગ્રાહકો માટે અલગ કેટેગરીની માગણી કરાઈ હોવા છતાં કોઈ કારણથી જીઈઆરસીએ ગ્રાહકોની આ કેટેગરીને લો-ટેન્શન મહત્તમ ડીમાન્ડ (LTMD-1) કેટેગરી ઉભી કરવામાં આવી હતી.

ટીપીએલ દ્વારા ફેબ્રુઆરી 2012માં મહિને 1,000થી વધુ યુનિટનો ઘરવપરાશ ધરાવતા 3500 ગ્રાહકોને નોટિસો પાઠવવામાં આવી હતી. કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી તરફથી તે વખતના દર મહિને રૂપિયા 30ના દરને બદલે 6 કિલો વૉટની ઓછામાં ઓછી કોન્ટ્રાક્ટ ડીમાન્ડ માટે ફિક્સ ચાર્જને વધારીને રૂપિયા 501 કરવામાં આવ્યો હતો. જીઈઆરસી દ્વારા સીઈઆરએસના બજાજને આ સમસ્યા અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવ્યા હતા અને એ પછી સુઓમોટો પીટીશન દાખલ કરીને તેની સુનાવણી 23 નવેમ્બર, 2012ના રોજ રાખવામાં આવી હતી, જેમાં 8 વિરોધ કરનાર ઉપસ્થિત રહ્યા હતા.

આ સુનાવણી પછી જીઈઆરસીએ ડીમાન્ડ આધારીત દર સામે મનાઈ હુકમ ફરમાવીને તેના હુકમમાં જણાવ્યું હતું કે ઉંચા ફિક્સ અને પેનલ્ટી ચાર્જને કારણે ટીપીએલ દ્વારા આ મુદ્દો 2013-14ના ટેરીફ ફાઈલીંગમાં ઉઠાવવો તથા રેસિડેન્શ્યલ જનરલ કેટેગરી અને (LTMD-1) કેટેગરી વચ્ચેનો ફીક્સ ચાર્જનો મોટો તફાવત દૂર કરવો એ ઉપરાંત ટીપીએલે તેના ગ્રાહકોને કોન્ટ્રાક્ટ ડિમાન્ડ ફીક્સ કરવા બાબતે શિક્ષિત કરવા. વધુમાં ટીપીએલએ તેના ઉંચો કનેકટેડ લોડ ધરાવતા ગ્રાહકોને પણ નાણાંકિય વર્ષ 2013-14નો ટેરિફ ઓર્ડર ઈસ્યુ થાય નહીં ત્યાં સુધી આરજીપીમાંથી (LTMD-1) કેટેગરીમાં જવા માટે દબાણ કરવું નહીં.

સીઈઆરસીએ આરજીપીમાંથી (LTMD-1) કેટેગરીમાં લઈ જવાયેલા 1570 ગ્રાહકોને પાછલી અસરથી ફીક્સ ચાર્જ પરત કરવા માગણી કરી છે. આવા ગ્રાહકોએ 1 એપ્રિલ, 2013 સુધીમાં નવો ટેરિફ ઓર્ડર પાસ થઇ જાય ત્યાં સુધી રાહ જોવાની રહેશે.

English summary
GERC order against TPL's demand based power rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X