For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવાનોમાં કુશળતા વધારવા ગોવા સરકાર ગુજરાત મોડેલ અપનાવશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 31 જુલાઇ : ગોવાની મનોહર પારિકર સરકારે અનેકવાર ગુજરાત મોડેલ અને નરેન્દ્ર મોદીના પ્રયત્નોની ટીકા કરી છે. જો કે હવે ગોવાના યુવાનોમાં કુશળતા વૃદ્ધિ (સ્કીલ ડેવેલપમેન્ટ) માટે ગોવા સરકાર ગુજરાતના મોડેલમાંથી પ્રેરણા લઇને કામ કરવા માંગે છે.

આમ કરવા પાછળનું મુખ્ય કારણ ગોવા સરકાર રોજગારીની તક અને કુશળ કારીગરો વચ્ચેના અંતરને ઘટાડવા માંગે છે. આ અંગે ગોવાના ક્રાફ્ટ્સમેન ટ્રેઇનિંગ મિનિસ્ટર દીપક ધવાલીકરે બુધવારે ગોવા વિધાનસભામાં જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં ગોવાનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત જઇને રોજગાર અને કુશળ કામદારો વચ્ચેનું અંતર કેવી રીતે ઘટાડવામાં આવ્યું તેનો અભ્યાસ કરશે.

skill-development

ધવાલીકરે જણાવ્યું કે ગોવા સરકારની આ સમસ્યાનો ઉકેલ તેમને ગુજરાત મોડેલમાં દેખાઇ રહ્યો છે. જેમાં ગુજરાત સરકારે
વોકેશનલ કોર્સના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના કોર્સીસમાં પ્રેશ મેળવવામાં સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

પ્રધાને જણાવ્યું કે ગુજરાતમાં આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ (આઇટીઆઇ)માં ટેકનિકલ કોર્સ કરી શકે છે. જેને સામાન્ય શૈક્ષણિક કક્ષા અનુસાર ધોરણ 10 સમતુલ્ય ગણવામાં આવે છે.

ધોરણ 10 બાદ આઇટીઆઇના બે વર્ષ પૂરા કર્યા બાદ વિદ્યાર્થી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેઇનિંગ કે ગુજરાત વોકેશનલ કાઉન્સિલ એક્ઝામિનેશનની પરીક્ષા આપીને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આગળ વધી શકે છે.

ગોવા સરકારના વિભાગે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને જિલ્લાવાર સ્કિલ ગેપ સ્ટડી રિપોર્ટ તૈયાર કર્યો છે. જે સરકાર સમક્ષ મૂકવામાં આવનાર છે.

English summary
Goa government seeks to emulate Gujarat model on bridging skill gap.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X