For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોધરાકાંડનો મુખ્ય આરોપી ઇમરાન ભટુક મહારાષ્ટ્રથી ઝડપાયો

|
Google Oneindia Gujarati News

2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવનવાની ઘટનાનો મુખ્ય આરોપી ઈમરાન ભટુક મહારાષ્ટ્રથી ઝડપાઇ ગયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ઈમરાનને મહારાષ્ટ્રના માલેગાંવથી દબોચી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે તે ગોધરાકાંડ પછી નાસતો ફરતો હતો તથા મહારાષ્ટ્રના ગામડાઓમાં રહેતો હતો.

છેલ્લા કેટલાય મહિનાથી ગુજરાત પોલીસે તેના પર વોચ ગોઠવી હતી. અને છેવટે પોલિસને તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગજનીની ઘટનામાં 56 કારસેવકોની મોત થયાં હતાં. અને ત્યાર બાદ બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

2002 gujarat riots

ત્યારે મોડે મોડે જ ખરા પણ એક પછી એક આ કેસથી જોડાયેલા લોકો પોલિસની પકડમાં આવી રહ્યા છે. જેથી આ કેસ સાથે જોડાયેલા લોકોને ન્યાય મળશે તેવી આશા સેવાઇ રહી છે. સાથે આ ધરપકડ બાદ આ કેસમાં જોડાયેલા લોકો અને આ સમગ્ર ધટનાને અંજામ આપનાર લોકોના ચહેરા પરથી પડદો ઉઠશે તેવી આશા સેવાઇ રહી છે.

English summary
Godhra case mastermind arrested in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X