
ગુજરાત ચૂંટણી : પહેલા ચરણ માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવશે. અને આચાર સંહિતા લાગુ થઇ જશે. નોંધનીય છે કે પહેલા ચરણના ચૂંટણી પ્રચાર માટે વિધાનસભાની 182 સીટોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. આ ચરણમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોમાં ચૂંટણી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત 977 ઉમેદવારોનું ભાવિ આ ચૂંટણીમાં દાવ પર લાગ્યું છે. ત્યારે આ ચૂંટણીમાં અરબ સાગર તટ પર આવેલ સૌરાષ્ટ્રના 11 જિલ્લા, કચ્છ અને તેના 10 તાલુકામાં ચૂંટણી થશે. નોંધનીય છે કે આ ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 14 રેલીઓને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સાતથી વધુ દિવસો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વિતાવ્યા હતા. જો કે પહેલા ચરણના અલગ અલગ એજન્સીઓ દ્વારા હાથમાં લેવામાં આવેલા ઓપિનિયન પોલ મુજબ ગુજરાતમાં ભાજપની જ સરકાર બનવાની સંભાવના છે.
નોંધનીય છે કે પહેલા ચરણ અને બીજા ચરણની આ ચૂંટણીમાં 128 પોલીંગ બૂથો પર મતદાન સંપન્ન કરવામાં આવશે. વધુમાં આ વખતે મહિલાઓ માટે ખાસ પોલિંગ બૂથ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ જવાબદારીઓ ખાલી મહિલાઓ દ્વારા જ નિભાવવામાં આવશે. નોંધનીય છે કે ઓખી ચક્રવાતના કારણે ભાજપ અને કોંગ્રેસની છેલ્લા ટાઇમના ચૂંટણી પ્રચારમાં ભંગાણ પડ્યું છે. તેમ છતાં આજે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપવા આવશે. અને 18મી ડિસેમ્બરે આ ચૂંટણીના પરિણામો બહાર આવશે.