વેતન વધારા મુદ્દે ગુજરાતના કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરશે

હડતાલમાં ડેપ્યુટી કલેક્ટર અને તેમની નીચેની કક્ષાના કર્મચારીઓ, શિક્ષકો, ડૉક્ટર્સ, યુનિવર્સિટીના કર્મચારીઓ, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ, સચિવાલય, પંચાયત, વહાવટી સંસ્થાઓ, વિવિધ બોર્ડ અને કોર્પોરેશનના 8.5 લાખ કર્મચારીઓ ઉપરાંત 1.75 લાખ વિદ્યાસહાકો અને લોક રક્ષકો જોડાશે.
ચૂંટણીના સમયમાં કર્મચારીઓને મનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કર્મચારી મહામંડળના વિષ્ણુભાઇ પટેલ સાથે વાતચીતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીઓની મુખ્ય માંગણી અન્ય રાજ્યોની જેમ છઠ્ઠા પગારપંચના સૂચનોને સ્વીકાર કરી અમલમાં મૂકવાની છે. આ માગણીને સ્વીકરવામાં આવે તો સરકાર પર રૂપિયા 600 કરોડનો બોજો પડી શકે છે.












Click it and Unblock the Notifications
