અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી લડશે ચૂંટણી!

Written By:
Subscribe to Oneindia News

રાજ્યના ઓબીસી નેતા અને ગત મહિને જ કોંગ્રેસમાં જોડાનારા અલ્પેશ ઠાકોર બનાસકાંઠાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્પેશ ઠાકોર ત્રણ બેઠકો અંગે કોંગ્રેસ સાથે ચર્ચામાં હતા, જેમાં આખરે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. બેઠક અંગે વાતચીત કરવા તેઓ એક વાર દિલ્હી પણ જઇ આવ્યા છે. બનાસકાંઠાની રાધનપુર બેઠક હાલ ભાજપના હાથમાં છે, હવે કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હોવાની ચર્ચા છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર કબજો જમાવવામાં સફળ રહે છે કે કેમ એ જોવું રહ્યું.

alpesh thakor

અલ્પેશ ઠાકોર 23 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. એ પછી હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાશે, એમ કહેવાઇ રહ્યું હતું. જો કે, આ બંને નેતાઓ સાથે કોંગ્રેસની અનેક વાટાઘાટોને અંતે પણ હજુ બેમાંથી કોઇ નેતા અધિકૃત રીતે કોંગ્રેસ સાથે જોડાયા નથી. જો કે, આ ત્રણેય નેતાઓ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એકજૂટ રહેવાની વાતો અનેકવાર કહી ચૂક્યા છે. 

English summary
Gujarat Election 2017: OBC leader Alpesh Thakor, who recently joined Congress, will contest from Radhanpur seat, Banaskantha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.