રાહુલની ગુજ. મુલાકાત પહેલાં કોંગ્રેસમાં ઊથલ-પાથલ, 300ના રાજીનામા

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારનો દિવસ ગુજરાત કોંગ્રેસ માટે ભારે ઊથલ-પુથલનો દિવસ થઇ પડ્યો હતો. જસદણ કોંગ્રેસના ચૂંટણી પ્રભારીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. યુવા કોંગ્રેસના પ્રમુખ રાજુ ધાધલ અને આગેવાનોએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મીડિયા સેન્ટર ખાતે મુલાકાત કરી હતી, જે પછી 300 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત રાજકોટ-68ની બેઠક પર પણ કોંગ્રેસમાં વિવાદ ઊભો થયો હતો. ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે હાથ મિલાવ્યો છે. આથી ગુરૂવારે એવી વાત ફરતી થઇ હતી કે, કોંગ્રેસ તરફથી રાજકોટ-68ની બેઠક બીટીપીના કરણાભાઇ માલધારીને આપવામાં આવશે.

congress

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની યાદીમાં આ બેઠક પરથી મિતુલ ડોંગાને ટિકિટ આપવામાં આવી છે. એવામાં ઉમેદવારો બદલાવાની ખબર ફેલાતા રાજકારણ ગરમાયું હતું. જો કે, ત્યાર બાદ સાંજે ખબર આવ્યા હતા કે, કોંગ્રેસ દ્વારા આ બેઠક પર મિતુલ ડોંગાને જ લીલી ઝંડી આપવામાં આવી છે. આ સિવાય એનસીપી સાથેના ગઠબંધનને લઇને પણ ચર્ચાઓ ચાલી રહી હતી, જે હેઠળ ગુરૂવારે સમાચાર આવ્યા હતા કે, કોંગ્રેસે 7થી 8 બેઠકો માટે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે, જેમાં પ્રથમ તબક્કાન ચૂંટણીમાં એનસીપીને 3થી 4 બેઠકો ફાળવવામાં આવશે. જો કે, થોડા કલાકોની અંદર જ બેઠકોના મામલે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ભંગાણ થયું હતું. સૂત્રો અનુસાર બંને પક્ષો પોતાના ઉમેદવારોના નિર્ણયો અંગે અડગ હોવાને કારણે ગઠબંધન નહોતું થઇ શક્યું.

English summary
Gujarat Election 2017: 300 Congress workers joined BJP on Thursday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.