ભાજપની ત્રીજી યાદી બહાર, 28 ઉમેદવારોના નામની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની ત્રીજી યાદી પણ બહાર પાડી દીધી છે. જેમાં વધુ 28 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભાજપ તેના ઉમેદવારોની બે યાદીઓ બહાર પાડી ચુક્યું છે. આમ અત્યાર સુધી ભાજપ દ્વારા 182 બેઠકોમાંથી કુલ 134 બેઠકો પર તેના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી ચૂકી છે. દસાડાથી આ વખતે રમણભાઇ વોરા ચૂંટણી લડશે. તો બોટાદથી સૌરભભાઇ પટેલ. આ લિસ્ટમાં ચોર્યાસીથી મહિલા ઉમેદવાર તરીકે ઝંખના પટેલને સીટ આપવામાં આવી છે. ત્યારે આ ત્રીજી યાદીમાં કયા નેતાને ક્યાંથી ટિકિટ મળી તે અંગે વિતગવાર વાંચો આ લિસ્ટ...
1. અબડાસા- છબિલભાઇ પટેલ
2. માંડવી- વિરેંદ્રસિંહ જાડેજા
3. રાપર- પંકજભાઇ મહેતા
4.દસાડા- રમણભાઇ વોરા
5. ધ્રાંગ્રધ્રા- જયરામભાઇ સોનગરા
6. મોરબી- કાંતિભાઇ અમૃતિયા
7.રાજકોટ (પૂર્વ)- અરવિંદભાઇ રૈયાણી
8. રાજકોટ (દક્ષિણ)- ગોવિંદભાઇ પટેલ
9. રાજકોટ (ગ્રામીણ)- લાખાભાઇ સાગઠિયા
10. જામનગર (દક્ષિણ)- આર.સી.ફળદૂ
11. વિસાવદર- કિરીટભાઇ પટેલ
12. કેશોદ- દેવાભાઇ માલમ
13. કોડિનાર- રામભાઇ વાઢેર
14. સાવરકુંડલા- કમલેશ કાનાણી
15. તલાજા- ગૌતમભાઇ ચૌહાણ
16. ગારિયાધર- કેશુભાઇ નાકરાણી
17. પાલિતાણા- ભીખાભાઇ બારૈયા
18. બોટાદ- સૌરભ પટેલ
19. જંબૂસર- છત્રસિંહ મોરી
20. ભરૂચ- દુષ્યંત પટેલ
21. કામરેજ- વી.ડી. ઝાલાવડીયા
22. સુરત (ઉત્તર)- કાંતિભાઇ બલ્લર (પટેલ)
23. કરંજ- પ્રવિણભાઇ ખોખારી
24. ઉધના- વિવેકભાઇ પટેલ
25. કતારગામ- વિનુભાઇ મોરડીયા
26. ચોર્યાસી- ઝંખના પટેલ
27. મહુવા- મોહનભાઇ ઢોડીયા
28. વ્યારા- અરવિંદભાઇ ચૌધરી