For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USમાં ગમે ત્યાં જાઓ, ગુજરાતીની મોટેલ મળશે: સામ પિત્રોડા

વરિષ્ઠ કોંગ્રેસ નેતા સામ પિત્રોડા રાજ્યમાં ઠેર-ઠેર જનતાના મેનિફેસ્ટો માટે ફરી રહ્યાં છે. સુરતના સાયન્સ સિટી સેન્ટર ખાતે તેમણે વેપારીઓ અને અન્ય પ્રોફેશનલ્સ સાથે મુલાકાત કરી હતી. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યાં એક તરફ ઉત્તર ગુજરતના પ્રવાસે છે, ત્યાં બીજી બાજુ વરિષ્ઠ કોંગ્રેસ નેતા સામ પિત્રોડા પણ રાજ્યમાં ઠેર-ઠેર જનતાના મેનિફેસ્ટો માટે ફરી રહ્યાં છે. આ જ શ્રેણીમાં તેમણે સોમવારે સુરતની મુલાકાત લીધી હતી. સુરતના સાયન્સ સિટી સેન્ટર ખાતે તેમણે વેપારીઓ અને અન્ય પ્રોફેશનલ્સ સાથે મુલાકાત કરી હતી અને જનતાના મેનિફેસ્ટો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેનિફેસ્ટો લખવાની પ્રોસેસને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ કરવા માટે હું અહીં આવ્યો છું. લોકો સાથે વાત કરું, સાંભળું કે તેઓ શું ઇચ્છે છે અને એ પ્રમાણે મેનિફેસ્ટો તૈયાર કરીએ. આ માટે અમે પાંચ દિવસનો કાર્યક્રમ ઘડ્યો અને આ દરમિયાન જુદા-જુદા પાંચ શહેરોની મુલાકાત લીધી. અત્યાર સુધીમાં લગભગ અઢી હજાર લોકો સાથે વાતો કરી.

Congress

તેમણે આગળ કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાત સારું કરી રહ્યું છે, કારણ કે ગુજરાતીઓ સારું કામ કરી રહ્યાં છે અને લાંબા સમયથી સારું કરતા આવ્યા છે. આફ્રિકા, મિડલ ઇસ્ટ, યુએસ, ભારત, કલકત્તા, મુંબઇ કોઇ પણ જગ્યાનું નામ લો, તમને ઉદાહરણ મળી આવશે. અમેરિકામાં છેલ્લા 30 વર્ષમાં પટેલભાઇઓએ મોટેલ ઇન્ડસ્ટ્રી પર જે કબજો જમાવ્યો છે, તે ખરેખર યુનિક છે. અમેરિકામાં તમે ગમે ત્યાં જાઓ ગુજરાતીની મોટેલ જોવા મળશે, આ ગુજરાતીઓનો પાવર છે. મને લાગે છે કે, સરકારની નીતિ યોગ્ય હોય તો તેઓ ઘણું વધારે સારુ કરી શકે એમ છે. ઘણીવાર એવું થાય કે, સરકાર પાસે એક યોજના હોય પરંતુ લોકોની જરૂરિયાતો એનાથી સાવ અલગ હોય. એવું ન થાય એ માટે હું અહીં આવ્યો છું. સાયન્સ સેન્ટરથી સામ પિત્રોડા ચોકબજાર અને સાંજે નાનપુરા ખાતે પણ લોકો સાથે મુલાકાત કરશે.

English summary
Gujarat Elections 2017: Congress leader Sam Pitroda visited Surat for public manifesto of Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X