ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સામ પિત્રોડા રાજ્યની મુલાકાતે

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રચાર અર્થે વિવિધ નેતાઓ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 9 નવેમ્બર અને ગુરૂવારના રોજ સામ પિત્રોડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ 13 નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન તેઓ વડોદરા, અમદાવાદ, સુરત, જામનગર અને રાજકોટની મુલાકાત લેનાર છે. ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડા ગુરૂવારે સવારે 11 કલાકે અમદાવાદ પહોંચશે.

sam pitroda

અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સામ પિત્રોડા પત્રકાર પરિષદનું સંબોધન કરશે. આ પહેલાં મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અમદાવાદની મુલાકાત લીધી હતી અને જીએસટી તથા નોટબંધી મુદ્દે ભાજપ તથા મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ બુધવારના રોજ સવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરત આવી પહોંચ્યા હતા. તેમણે સુરતમાં ટેક્સટાઇલ, કાપડ, હીરા, એમ્બ્રોઇડરી વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા વેપારીઓ, લૂમના કામદારો, મિલના કામદારો વગેરે સાથે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ સાંજે વેપારીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

English summary
Gujarat Elections: Sam Ptiroda to visit Gujarat for Congress Election Campaign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.