કાશ્મીરના હિમપ્રપાતમાં શહીદ થયા સૈનિક સુનિલભાઇ પટેલ

Posted By:
Subscribe to Oneindia News

કાશ્મીરના બાંદીપુર વિસ્તારમાં સેનાની એક ચોકી પર ગત બુધવારે હિમપ્રપાત થતા ફરજ પર હાજર 15 જેટલા જવાનો બરફમાં દટાયા હતા. જો કે સતત બે દિવસની મહેનત બાદ પણ રેસ્ક્યૂ ટીમ કોઇ જવાનને બચાવી નહતી શકી. અને આ ઘટનામાં 1 મેજર સમેત તમામ 15 જવાનો શહીદ થયા હતા. ત્યારે દુધર્ટનામાં ગુજરાતનો ગોધારાનો પણ એક આશાસ્પદ સૈનિક સામેલ હતો, જે આ હિમપ્રપાતના કારણે શહીદ થયો છે.

sunil patel godhara

ગોધરાના ઓરવાડા ગામના સુનિલ તંખતસિંહ પટેલ નામનો આ યુવાન, કાશ્મીરના બાંદીપુર ખાતે 51 રાયફલની તેની ટુકડી સાથે ત્યારે ફરજ બજાવતો હતો. જો કે તેના હિમપ્રપાત નીચે દટાવવાના સમાચાર સેના દ્વારા તેના પરિવારને આપવામાં આવ્યા ત્યારથી જ તેના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. અને પરિવારના તમામ સભ્યો તેના સહી સલામત હોવાની પ્રાર્થના કરી રહ્યા હતા. જો કે શુક્રવારે તેમણે સેના તરફથી જણાવવામાં આવ્યું કે સુનિલભાઇ આ ઘટનામાં શહીદ થયા છે. ત્યારે તેના પરિવાર શોકગ્રસ્ત થઇ ગયો હતો. અને સમગ્ર ગામ સુનિલભાઇની શહીદી પર શોકગ્રસ્ત થયું હતું.

English summary
Gujarat Godhra jawan martyrs due to avalanche in Kashmir. Read here more.
Please Wait while comments are loading...