For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા પારિતોષના નિયમોમાં પરિવર્તન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના આશયથી પ્રતિ વર્ષ ‘‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’’ એનાયત કરવામાં આવે છે. આ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. જેમાં વ્યક્તિ, સમા

|
Google Oneindia Gujarati News

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના આશયથી પ્રતિ વર્ષ ''શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'' એનાયત કરવામાં આવે છે. આ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. જેમાં વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકોના ઉમેદવારના નામ સૂચવી શકશે. જિલ્લા પસંદગી સમિતિએ આવા વ્યક્તિઓના કાર્યના સ્થળની ચકાસણી કરી પસંદગી પ્રક્રિયામાં તેઓના નામનો સમાવેશ કરવાનો રહેશે.

EDUCATION

રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત પ્રાથમિક, માઘ્યમીક ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોનો પોતાના કાર્યમાં જોમ અને જૂસ્સો વધે અને તેઓ પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગે રાજ્યના 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકે પસંદગી કરવાના હાલના માપદંડમાં સુધારો કરાયો છે જેમાં, પસંદગી માટે અન્ય વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકનાં ઉમેદવારનાં નામ જિલ્લા પસંદગી સમિતિને સૂચવી શકશે. જિલ્લા પસંદગી સમિતિએ પણ નિયત નમૂનામાં દરખાસ્ત મેળવી તેવી વ્યક્તિઓનાં કાર્યની પણ સ્થળ ચકાસણી કરી પસંદગી પ્રક્રિયામાં સમાવેશ કરાયો છે.

પુરસ્કારની શ્રેણીમાં તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના અને રાજ્યકક્ષાએ એવોર્ડની પસંદગી માટે અનુભવ કામગીરીને ધ્યાને લેવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે તાલુકા કક્ષાએ રૂ. ૫,૦૦૦ રોકડ પુરસ્કાર જિલ્લા કક્ષાએ રૂ. ૧૫,૦૦૦ અને રાજ્ય કક્ષાએ રૂ. ૫૧,૦૦૦ રોકડ પુરસ્કાર સાથે સાલ,પ્રમાણપત્ર તથા જે તે શાળા માટે બ્રાસ પ્લેટ એનાયત કરવામાં આવે છે.

આ પારિતોષિક સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળાનાં શિક્ષક, માધ્યમિક શાળાનાં શિક્ષક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં શિક્ષક, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાનાં આચાર્ય, સી.આર.સી., બી.આર.સી. મદદનીશ શિક્ષણ નિરીક્ષક, એચ.ટાટ મુખ્ય શિક્ષક, કેળવણી નિરીક્ષક અને અપંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને અનુદાનિત શાળાનાં શિક્ષકો માટે કુલ-૫૨ (બાવન) શિક્ષકોની પસંદગી કરીને પારિતોષિક અપાશે.

તાલુકા અને જિલ્લાકક્ષાનાં પારિતોષિક માટે શિક્ષકોની પસંદગી પ્રક્રિયા માટે રાજ્યકક્ષા રાજ્યકક્ષાના પારિતોષિક માટે નામોની ભલામણ કરવા માટે જીલ્લા કક્ષાએ એક પસંદગી સમિતીની રચના કરાઈ છે.

English summary
Gujarat government changes rules to give teachers awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X