For Quick Alerts
For Daily Alerts
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે થઇ બબાલ
શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે સિન્ડીકેટની બેઠક ચાલુ હતી ત્યારે એબીવીપી અને એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ ચાલુ બેઠકમાં બળજબરી પૂર્વક ધૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેમણે બહાર ધરણા યોજી પોતાની માંગણી દર્શાવી વિરોધ કર્યો હતો.
વિરોધ કરતા વિદ્યાર્થીઓની માંગ હતી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જે ફી વધારો કરવામાં આવી રહ્યો છે તે ના થાય. બાતમી મુજબ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીમાં રૂ.1500 થી લઇને 4000 સુધીના ફી વધારીની માંગણી થઇ હતી. જેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ સિન્ડીકેટની ચાલુ બેઠકમાં ધૂસી જઇને વીસીનો ધેરાવો કર્યો હતો. પણ ત્યાં હાજર પોલિસ અને અધિકારીઓએ વાત થાળે પાડી હતી. ત્યારે વિદ્યાર્થીઓની માંગ હતી કે યુનિવર્સિટી ફી વધારા પર રોક લગાવે.