For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત યુનિવર્સિટીમાં પાંચ MOU કોર્ષ બંધ કરવામાં આવશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 8 જૂન : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ આદેશ પાલે શરૂ કરેલા પાંચ એમઓયુ (MoU)કોર્ષને બંધ કરવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ લીધો છે. આ પાછળનું કારણ જણાવતા કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી પાસે પુરતું ઈન્ફાસ્ટ્રક્ચર ન હોવાથી યુનિવર્સિટીને આ કોર્ષ બંધ કરવાની ફરજ પડી છે. હાલ આ કોર્ષમાં જે વિદ્યાર્થીઓ છે તેમને આ કોર્ષ પુરો કરાવવામાં આવશે. જો કે કોઇને નવા એડમિશન આપવામાં આવશે નહીં.

પૂર્વ કુલપતિ આદેશપાલે પાંચ એમઓયુ કોર્ષ શરૂ કર્યા હતા.પરંતુ વિવાદ થતા પાંચ એમઓયુ રદ્દ કરવામાં આવ્યા હતા. આ કોર્ષ યુનિવર્સિટીએ પોતે ચલાવવાનું નક્કી કર્યું હતું. આ માટે યુનિવર્સિટી નવું બિલ્ડિગ પણ બનાવશે તેવું જણાવ્યું હતું. પરંતુ એક વર્ષ બાદ હવે યુનિવર્સિટીએ આ કોર્ષને બંધ કરવાનું નક્કી કર્યું છે. કોર્ષ માટે પુરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોવા છતાં યુનિવર્સિટી આ કોર્ષ બંધ કરી રહી છે.

gujarat-university

યુનિવર્સિટી જે પાંચ એમઓયુ કોર્સીસ બંધ કરવાની છે તેમાં માસ્ટર ઓફ બીઝનેસ મેનેજમેન્ટમાં 36 વિદ્યાર્થીઓ, એમએસસી ઈન કોમ્પ્યુટર સાયન્સમાં 51 વિદ્યાર્થીઓ, એમસીએમાં 61 વિદ્યાર્થીઓ, બીકોમ-એમબીએમાં 79 વિદ્યાર્થીઓ અને બીએસસીના કોર્ષમાં 61 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પણ કોર્ષ ચાલુ રાખવાના પક્ષમાં છે.

કુલપતિના જણાવ્યા મુજબ પુરતુ ઈન્ફાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા ન હોવાથી આ કોર્ષ ચલાવી શકાય તેમ નથી. આમ વિદ્યાર્થીઓ પુરતા મળતા હોવા છતાં પણ વ્યવસ્થાના બહાને યુનિવર્સિટીએ આ કોર્સને તાળા મારી દીધા છે.

આ કોર્સ ચલાવવાથી ગુજરાત યુનિવર્સિટીને સારી આવક પણ મળે છે.પરંતુ યુનિવર્સિટીના સત્તાધિશોના કહેવા મુજબ આગામી સમયમાં જ્યારે બેલ્ડિંગ અને પુરતુ ઈન્ફસ્ટ્રક્ચર હશે તો ફરીથી આ કોર્ષ શરૂ કરવામાં આવશે.

English summary
Gujarat University will be closed five MOU courses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X