For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું 71,330.44 કરોડનું બજેટ, પહેલીવાર સૌરભ પટેલે કર્યું રજૂ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 જુલાઇઃ 13 વર્ષ બાદ પહેલીવાર નરેન્દ્ર મોદીની ગરેહાજરીમાં આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી સૌરભ પટેલે બજેટ સત્રના પહેલા દિવસે વર્ષ 2014-15નું સાત મહિનાના વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેનું કદ 71,330.44નું રાખવામાં આવ્યું છે. ગત વર્ષે રજૂ કરવામાં આવેલા બજેટ સાથે આ વખતના બજેટની સરખામણી કરવામાં આવે તો આ વખતના બજેટમાં 21 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરતીવેળા સૌરભ પટેલે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે નર્મદા અંગેના મુદ્દે જણાવ્યું કે, 12 જૂનનો દિવસ ગુજરાત માટે ગૌરવનો દિવસ હતો, કારણ કે વર્ષોથી નર્મદા મુદ્દે પ્રયત્નો કરવા છતાં પણ કોઇ પરિણામ મળતા નહોતા, પરંતુ નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળતા જ ગુજરાતનો આ પ્રાણ સમો પ્રશ્ન ઉકેલી નાંખ્યો છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છેકે આ વખતનું બજેટ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના શાસનકાળનું પહેલું બજેટ છે, તેમજ સૌરભ પટેલે પણ નાણામંત્રી તરીકે પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું. તો ચાલો ગુજરાત બજેટમાં કઇ કઇ મહત્વની જાહેરાતો અને જોગવાઇઓ કરવામાં આવી છે, તેને તસવીરો થકી જાણીએ.

 બજેટની મહત્વની જાહેરાતો

બજેટની મહત્વની જાહેરાતો

2014-15 કૃષિ વિકાસ વર્ષ તરીકે ઉજવાશે, ખેડૂતોને ખેતરમાં ગોડાઉન કરવા માટે છ ટકાના દરે લોન, ત્રણ વર્ષ માટે વ્યાજ સહાય, પાક વિમો સહિતના વિમા માટે 464 કરોડ, ગરીબ ખેડૂતોને વિના મૂલ્યે કૃષિકિટ માટે 49 કરોડ.

બજેટની મહત્વની જાહેરાતો

બજેટની મહત્વની જાહેરાતો

ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન માટે 361 કરોડ, કૃષિ ક્ષેત્રે 4624 કરોડની જોગવાઇ, ડિજીટલ નકશા અને જમીની ગુણવત્તા અંગેના પ્રશ્નોના નિવારણ માટે 250 કરોડ. નર્મદા યોજના માટે 9 હજાર કરોડ. જળ સંપત્તિ માટે 3570 કરોડ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 500 કરોડ.

બજેટની મહત્વની જાહેરાતો

બજેટની મહત્વની જાહેરાતો

સૌની યોજના માટે 1296 કરોડ, સુઝલામ સુફલામ યોજના હેઠળ કડીથી નીકળતી પાઇપલાઇન માટે 70 કરોડ. બાગાયત વૃદ્ધિ વિકાસ માટે 328 કરોડ, પશુપાલન ડેરી વિકાસ માટે 365 કરોડ, માણાસ અને જોટાણા તાલુકાની યોજના માટે 6 કરોડ.

બજેટની મહત્વની જાહેરાતો

બજેટની મહત્વની જાહેરાતો

મહાત્મા મંદિર માટે 101 કરોડ. ઈન્દીરા આવાસ યોજના માટે 248 કરોડ, અમદાવાદ મેટ્રો ટ્રેનના કામકાજ માટે 250 કરોડ, ગુજરાત હાઈકોર્ટની તાબાની કોર્ટોને આધુનિક બનાવવા ત્રણ કરોડ.

બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓ

બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓ

કૃષિ અને સંલગ્ન પ્રવતિઓ માટે 4358.20 કરોડની જોગવાઈ, ગ્રામીણ વિકાસ માટે 2311.30 કરોડની જોગવાઈ, સિંચાઈ અને પૂર નિયંત્ર ક્ષેત્રે 13035,22 કરોડની જોગવાઈ, ઉર્જા ક્ષેત્રે 5097.35 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખનિજ ક્ષેત્રે 2223,42 કરોડની જોગવાઈ, પરિવહન ક્ષેત્રે 5638.00 કરોડની જોગવાઈ, સંદેશા વ્યવહાર ક્ષેત્રે 761.58 કરોડની જોગવાઈ.

બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓ

બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ક્ષેત્રે 544.25 કરોડની જોગવાઈ, સામાન્ય આર્થિક સેવા ક્ષેત્રે 2237.09 કરોડની જોગવાઈ, સામાજિક સેવાઓ ક્ષેત્રે 34781.50 કરોડની જોગવાઈ, સામાન્ય સેવાઓ ક્ષેત્રે 118,65 કરોડની જોગવાઈ, ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 223.84 કરોડની જોગવાઈ.

આંગણવાડી કાર્યકરો અને કુટીર ઉદ્યોગો માટે શું છે બજેટમાં

આંગણવાડી કાર્યકરો અને કુટીર ઉદ્યોગો માટે શું છે બજેટમાં

આંગણવાડી કાર્યકરોના પગારમાં દર મહિને રૂપિયા 500નો,આંગણવાડી હેલ્પરના પગારમાં દર મહિને રૂપિયા 300નો અને મિની આંગણવાડી કાર્યકરોના પગારમાં દર મહિને રૂપિયા 300નો વધારો. હાથશાળના કારીગરોને વ્યાજ સહાય યોજના, બાયર્સ સેલર્સ વિક, વેચાણ માટે વેબ પોર્ટલ, સહિતના કાર્યો માટે 24 કરોડ, કુંભાળી ગામના કારીગરોને આધૂનિક સાધનો સહિતના કાર્યો માટે 1 કરોડ, વેપાર માટે લોનની મર્યાદા 2 લાખથી વધારી 3 લાખ.

માર્ગ અને પરિવહન

માર્ગ અને પરિવહન

950 નવી બસો, બસ સ્ડેન્ડોના આધુનિકિકરણ માટે 90 કરોડ, બસ સંચાલનની કામગીરી અસરકારક બનાવવા 14 કરોડ, કન્સેશન પાસ માટે 714 કરોડ, વાહન નોંધણી માટે સ્માર્ટ કાર્ડ, વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા 19 કરોડ, નવા જિલ્લાઓમાં આરટીઓ કચેરી શરૂ કરવા 1 કરોડ.

આઈટીઆઈ માટે શું છે બજેટમાં

આઈટીઆઈ માટે શું છે બજેટમાં

સરકારી આઈટીઆઈમાં 15 હજાર અને ગ્રાન્ટેડમાં 2500 બેઠકો વધારવા સહિતના કાર્યો માટે 4500 કરોડ, તાલિમાર્થીઓના માસિક સ્ટાઈપેન્ડમાં વધારા માટે રૂપિયા 6 કરોડ, આઈટીઆઈમાં છ માસથી વધુ સમયના કોમ્યુટર કોર્ષના તાલિમાર્થીઓને ટેબ્લેટ, આઈટીઆઈ પાસ યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા લોન અને વ્યાજ સહાય.

યુવા રોજગારી અને શ્રમીકો માટે

યુવા રોજગારી અને શ્રમીકો માટે

સ્વામી વિવેકાનંદ ભરતી મેળો યોજી ત્રણ લાખ યુવક યુવતીને નોકરી, કાર્યરત રોજગારી કચેરીઓને આધુનિક બનાવવા 1 કરોડ. શ્રમીકોને પોતાનુ ઘર બાંધવા આર્થિક સહાય માટે 200 કરોડ, મનપા વિસ્તારમાં બાંધકામમાં રોકાયેલા શ્રમીકોને ભાડે રહેવા હંગામી સહાય માટે 20 કરોડ, બાંધકામ શ્રમીકોને કડીકામ સહિતની ઉચ્ચ તાલિમ માટે 10 કરોડ, શ્રમીકોને તબિબિ સહાય માટે 5 કરોડ, બાંધકામ શ્રમિકોના બાળકોને આર્થિક સહાય માટે 1 કરોડ.

અનુસુચિત જાતિ, જનજાતિ અને વિકસતી જાતિ માટે

અનુસુચિત જાતિ, જનજાતિ અને વિકસતી જાતિ માટે

વિ.પ્ર.માં 11-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટ્યુશન સહાયમાં પાંચ હજારનો વધારો, મેડિકલ ઈજનેરીના વિદ્યાર્થીઓની ફૂડબિલ સહાયમાં 400 રૂપિયાનો વધારો, વંચિત વર્ગોના વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસિસ માટે સંસ્થાઓને વિદ્યાર્થી દિઠ 20 હજારની સહાય અપાશે, યુપીએસસીની પ્રિલીમરી પાસ કરે તેવા વિદ્યાર્થીને 50 હજારની સહાય, યુવતી યુપીએસસી પ્રિલિમરી પાસ કરે તો 60 હજારની સહાય.

સમાજ સુરક્ષા

સમાજ સુરક્ષા

વિકલાંગોને લગ્ન માટે મળતી સહાય 10 હજારથી વધારી 20 હજાર કરાઈ, મરણોત્તર સહાયની રકમ 2500થી વધારી 5000.

ઉર્જા ક્ષેત્રે તથા ઓઈલ અને ગેસ ક્ષેત્રે

ઉર્જા ક્ષેત્રે તથા ઓઈલ અને ગેસ ક્ષેત્રે

સિક્કા અને ભાવનગર ખાતે વિજ ઉત્પાદન મથકો કાર્યરત કરવા આયોજન. 1 લાખથી વધુ કૃષિ વિજ જોડાણ આપવા 1062 કરોડ, વિજળી વ્યાજબી ભાવે મળે એ માટે 3920 કરોડ, કરજણ ખાતે વિજ ઉત્પાદન પ્રોજેક્ટ આપવાની યોજના. જીએસપીસી દ્વારા ટૂંક સમયમાં ગેસનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવાની યોજના, જામનગર, ભાવનગર અને કચ્છમાં 50 હજાર ગેસ જોડાણો આપવાની કામગીરી પૂરી કરાશે.

પ્રવાસન માટે શું છે બજેટમાં

પ્રવાસન માટે શું છે બજેટમાં

યાત્રાધામોના કામ માટે 100 કરોડ, સાપુતારા વિકાસ 20 કરોડ, ગોપનાથ પોરબંદર સહિતના વિકાસ માટે 25 કરોડ, ઈકો ટુરિઝમ અને ડેમ સાઈટના વિકાસ માટે 81 કરોડ, ચાંપાનેર સહિતના સ્થળે સાંસ્કૃતિક લાઈટ એન્ડ સાઉન્ડ શૉ માટે 15 કરોડ, પ્રવાસન સ્થળે સ્વચ્છતા માટે 10 કરોડ, વડોદરામાં આજવાના વિકાસ માટે 15 કરોડ, ગુજરાતમાં એર શૉના આયોજન માટે 1 કરોડ.

બજેટની મહત્વની જાહેરાતો

2014-15 કૃષિ વિકાસ વર્ષ તરીકે ઉજવાશે, ખેડૂતોને ખેતરમાં ગોડાઉન કરવા માટે છ ટકાના દરે લોન, ત્રણ વર્ષ માટે વ્યાજ સહાય, પાક વિમો સહિતના વિમા માટે 464 કરોડ, ગરીબ ખેડૂતોને વિના મૂલ્યે કૃષિકિટ માટે 49 કરોડ.

ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન માટે 361 કરોડ, કૃષિ ક્ષેત્રે 4624 કરોડની જોગવાઇ, ડિજીટલ નકશા અને જમીની ગુણવત્તા અંગેના પ્રશ્નોના નિવારણ માટે 250 કરોડ. નર્મદા યોજના માટે 9 હજાર કરોડ. જળ સંપત્તિ માટે 3570 કરોડ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 500 કરોડ.

સૌની યોજના માટે 1296 કરોડ, સુઝલામ સુફલામ યોજના હેઠળ કડીથી નીકળતી પાઇપલાઇન માટે 70 કરોડ. બાગાયત વૃદ્ધિ વિકાસ માટે 328 કરોડ, પશુપાલન ડેરી વિકાસ માટે 365 કરોડ, માણાસ અને જોટાણા તાલુકાની યોજના માટે 6 કરોડ.

મહાત્મા મંદિર માટે 101 કરોડ. ઈન્દીરા આવાસ યોજના માટે 248 કરોડ, અમદાવાદ મેટ્રો ટ્રેનના કામકાજ માટે 250 કરોડ, ગુજરાત હાઈકોર્ટની તાબાની કોર્ટોને આધુનિક બનાવવા ત્રણ કરોડ.

બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓ

કૃષિ અને સંલગ્ન પ્રવતિઓ માટે 4358.20 કરોડની જોગવાઈ, ગ્રામીણ વિકાસ માટે 2311.30 કરોડની જોગવાઈ, સિંચાઈ અને પૂર નિયંત્ર ક્ષેત્રે 13035,22 કરોડની જોગવાઈ, ઉર્જા ક્ષેત્રે 5097.35 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખનિજ ક્ષેત્રે 2223,42 કરોડની જોગવાઈ, પરિવહન ક્ષેત્રે 5638.00 કરોડની જોગવાઈ, સંદેશા વ્યવહાર ક્ષેત્રે 761.58 કરોડની જોગવાઈ.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ક્ષેત્રે 544.25 કરોડની જોગવાઈ, સામાન્ય આર્થિક સેવા ક્ષેત્રે 2237.09 કરોડની જોગવાઈ, સામાજિક સેવાઓ ક્ષેત્રે 34781.50 કરોડની જોગવાઈ, સામાન્ય સેવાઓ ક્ષેત્રે 118,65 કરોડની જોગવાઈ, ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 223.84 કરોડની જોગવાઈ.

આંગણવાડી કાર્યકરો અને કુટીર ઉદ્યોગો માટે શું છે બજેટમાં

આંગણવાડી કાર્યકરોના પગારમાં દર મહિને રૂપિયા 500નો,આંગણવાડી હેલ્પરના પગારમાં દર મહિને રૂપિયા 300નો અને મિની આંગણવાડી કાર્યકરોના પગારમાં દર મહિને રૂપિયા 300નો વધારો. હાથશાળના કારીગરોને વ્યાજ સહાય યોજના, બાયર્સ સેલર્સ વિક, વેચાણ માટે વેબ પોર્ટલ, સહિતના કાર્યો માટે 24 કરોડ, કુંભાળી ગામના કારીગરોને આધૂનિક સાધનો સહિતના કાર્યો માટે 1 કરોડ, વેપાર માટે લોનની મર્યાદા 2 લાખથી વધારી 3 લાખ.

માર્ગ અને પરિવહન

950 નવી બસો, બસ સ્ડેન્ડોના આધુનિકિકરણ માટે 90 કરોડ, બસ સંચાલનની કામગીરી અસરકારક બનાવવા 14 કરોડ, કન્સેશન પાસ માટે 714 કરોડ, વાહન નોંધણી માટે સ્માર્ટ કાર્ડ, વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા 19 કરોડ, નવા જિલ્લાઓમાં આરટીઓ કચેરી શરૂ કરવા 1 કરોડ.

આઈટીઆઈ માટે શું છે બજેટમાં

-સરકારી આઈટીઆઈમાં 15 હજાર અને ગ્રાન્ટેડમાં 2500 બેઠકો વધારવા સહિતના કાર્યો માટે 4500 કરોડ, તાલિમાર્થીઓના માસિક સ્ટાઈપેન્ડમાં વધારા માટે રૂપિયા 6 કરોડ, આઈટીઆઈમાં છ માસથી વધુ સમયના કોમ્યુટર કોર્ષના તાલિમાર્થીઓને ટેબ્લેટ, આઈટીઆઈ પાસ યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા લોન અને વ્યાજ સહાય

યુવા રોજગારી અને શ્રમીકો માટે

સ્વામી વિવેકાનંદ ભરતી મેળો યોજી ત્રણ લાખ યુવક યુવતીને નોકરી, કાર્યરત રોજગારી કચેરીઓને આધુનિક બનાવવા 1 કરોડ. શ્રમીકોને પોતાનુ ઘર બાંધવા આર્થિક સહાય માટે 200 કરોડ, મનપા વિસ્તારમાં બાંધકામમાં રોકાયેલા શ્રમીકોને ભાડે રહેવા હંગામી સહાય માટે 20 કરોડ, બાંધકામ શ્રમીકોને કડીકામ સહિતની ઉચ્ચ તાલિમ માટે 10 કરોડ, શ્રમીકોને તબિબિ સહાય માટે 5 કરોડ, બાંધકામ શ્રમિકોના બાળકોને આર્થિક સહાય માટે 1 કરોડ.

અનુસુચિત જાતિ, જનજાતિ અને વિકસતી જાતિ માટે

-વિ.પ્ર.માં 11-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટ્યુશન સહાયમાં પાંચ હજારનો વધારો, મેડિકલ ઈજનેરીના વિદ્યાર્થીઓની ફૂડબિલ સહાયમાં 400 રૂપિયાનો વધારો, વંચિત વર્ગોના વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસિસ માટે સંસ્થાઓને વિદ્યાર્થી દિઠ 20 હજારની સહાય અપાશે, યુપીએસસીની પ્રિલીમરી પાસ કરે તેવા વિદ્યાર્થીને 50 હજારની સહાય, યુવતી યુપીએસસી પ્રિલિમરી પાસ કરે તો 60 હજારની સહાય

સમાજ સુરક્ષા

વિકલાંગોને લગ્ન માટે મળતી સહાય 10 હજારથી વધારી 20 હજાર કરાઈ, મરણોત્તર સહાયની રકમ 2500થી વધારી 5000.

ઉર્જા ક્ષેત્રે તથા ઓઈલ અને ગેસ ક્ષેત્રે

સિક્કા અને ભાવનગર ખાતે વિજ ઉત્પાદન મથકો કાર્યરત કરવા આયોજન. 1 લાખથી વધુ કૃષિ વિજ જોડાણ આપવા 1062 કરોડ, વિજળી વ્યાજબી ભાવે મળે એ માટે 3920 કરોડ, કરજણ ખાતે વિજ ઉત્પાદન પ્રોજેક્ટ આપવાની યોજના. જીએસપીસી દ્વારા ટૂંક સમયમાં ગેસનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવાની યોજના, જામનગર, ભાવનગર અને કચ્છમાં 50 હજાર ગેસ જોડાણો આપવાની કામગીરી પૂરી કરાશે.

પ્રવાસન માટે શું છે બજેટમાં

-યાત્રાધામોના કામ માટે 100 કરોડ, સાપુતારા વિકાસ 20 કરોડ, ગોપનાથ પોરબંદર સહિતના વિકાસ માટે 25 કરોડ, ઈકો ટુરિઝમ અને ડેમ સાઈટના વિકાસ માટે 81 કરોડ, ચાંપાનેર સહિતના સ્થળે સાંસ્કૃતિક લાઈટ એન્ડ સાઉન્ડ શૉ માટે 15 કરોડ, પ્રવાસન સ્થળે સ્વચ્છતા માટે 10 કરોડ, વડોદરામાં આજવાના વિકાસ માટે 15 કરોડ, ગુજરાતમાં એર શૉના આયોજન માટે 1 કરોડ.

English summary
highlight of Gujarat Budget 2014-15 Present in Gujarat Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X