ગાંધી આશ્રમની મુલાકાતે હુમા કુરૈશી, કાંત્યો રેંટિયો

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશી બુધવારે વેહલી સવારે અમદાવાદ પહોંચી હતી અને અહીં તેણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં તેણે રેંટિયો પણ કાંત્યો હતો. હુમા પોતાની આગામી ફિલ્મ 'પાર્ટિશન: 1947'ના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. ભારત અને પાકિસ્તાના ભાગલા પર આધારિત આ ફિલ્મ 18 ઓગસ્ટના રોજ રિલીઝ થનાર છે.

huma qureshi visits gandhi aashram

બોલિવૂડ અભિનેત્રીએ પોતાની ગાંધી આશ્રમના મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર પણ મુકી હતી. તેણે પોતાની તસવીર નીચે કેપ્શન લખ્યું હતું કે, આઝાદીના દિવસે ગાંધીજી કલકત્તામાં હતા. ગાંધીજી પોતાની હાજરી દ્વારા એ વાત પાકી કરવા માંગતા હતા કે ત્યાં કોઇ હિંસા ન થાય.

huma qureshi visits gandhi aashram

થોડા સમય પહેલાં જ ડાયરેક્ટર મધુર ભંડારકરની કટોકટી પર આધારિત ફિલ્મ 'ઇન્દુ સરકાર' રીલિઝ થઇ હતી. આ ફિલ્મને લઇ અનેક વિવાદો થયા હતા. હવે ફરી એકવાર ભારતના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને વિવિદાસ્પદ મુદ્દા અંગે ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. ભારતે હમણાં જ આઝાદીના 70 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પૂરી કરી છે, આથી ફિલ્મને એનો ફાયદો મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર છે ગુરિન્દર ચઢ્ઢા.

English summary
Huma Qureshi visits Gandhi Aashram, Ahmedabad. She came to promote her new film Partition: 1947.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.