જાપાની PMના ભાષણ અને સ્ટાઇલમાં PM મોદીનો અંદાજ!

Posted By:
Subscribe to Oneindia News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે હાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. જ્યાં આજે તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જાપાનના પીએમ શિન્ઝો આબે જ્યારથી અમદાવાદ આવ્યા છે ત્યારથી તેમની વેશભૂષાથી લઇને અંદાજમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપ જોવા મળે છે. એક સારા મહેમાનની જેમ પીએમ શિન્ઝો આબે પીએમ મોદીના રંગમાં રંગાઇ ગયા હોય તેવું લાગે છે. નોંધનીય પીએમ શિન્ઝો આબેએ જ્યારે રોડ શોની એરપોર્ટથી શરૂઆત કરી ત્યારે તે સફેદ ખાદીના કુર્તા અને મોદી સ્ટાઇલ બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા.

shinzo abe

વળી બન્ને નેતાઓ એક જ સ્ટાઇલથી હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. વધુમાં આજે જ્યારે બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્તનો સમય આવ્યો ત્યારે તેમના ભાષણમાં પણ તેમને મોદીની જેમ જ નવા નવા નવા નારા અને સિમ્બોલને જોડવાનો પ્રયાસ કર્યો. જાપાનના પીએમે આજે તેમના ભાષણમાં જય જાપાન અને જય ભારતનો નારો આપ્યો. તેમણે કહ્યું કે જાપાનનો જા અને ઇન્ડિયાનો ઇ જોડેએ તો જય શબ્દ બને છે. નોંધનીય છે કે જે લોકોએ પીએમ મોદીના ભાષણ સાંભળ્યા હશે તેમને તે સારી રીતે ખબર હશે કે પીએમ મોદી આવી રીતે જ શબ્દોના નવા નવા અર્થ આપવાના માહિર છે. જુઓ તેમના ભાષણનો આ વીડિયો.

English summary
Japan PM Shinzo Abe style and Speech both change like PM Modi? At least those photos says so.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.