કનોડિયા બંધુઓ કોંગ્રેસમાં જોડાઇ શકે
આ પક્ષ પલટો આ સપ્તાહે અંજામ લઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા ગત સોમવારે અસારવામાં યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં કોંગ્રેસમાં જોડાવાની જાહેરત કરવાના હતા. જો કે આ પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગતા હતા.
કનોડિયા બંધુઓની ઇચ્છા ભાજપમાંથી ટિકીટ મેળવવાની છે. આ માટે તેઓ મંગળવારે મોદીને મળવાના હતા. પણ ભાજપ કે નરેન્દ્ર મોદી તરફથી કોઇ ખાતરી કે પ્રતિક્રિયા નહીં મળતા તેઓ પક્ષ પલટો કરી શકે છે. નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા કોઇ પણ એસસી બેઠક પર કોંગ્રેસની ટિકીટ પર લડવા ઇચ્છે છે. આ માટે કોંગ્રેસે પણ સહમતી દર્શાવી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે મહેશ કનોડિયા ઉત્તર ગુજરાતની પાટણ (એસસી) બેઠક પરથી ચાર વાર ચૂંટાયા હતા. નવા સીમાંકનને કારણે પાટણ બેઠક બિનઅનામત થતા તેમને ટિકીટ આપવામાં આવી ન હતી. નરેશ કનોડિયા મધ્ય ગુજરાતની કરજણ બેઠક પરથી ભાજપની ટિકીટ સાથે 2002ની ચૂંટણી જીત્યા હતા પણ 2007માં હારી ગયા હતા.