કાશ્મીરમાં અમદાવાદના જવાન ગોપાલભાઇ સિંહ થયા શહીદ

Posted By:
Subscribe to Oneindia News

રવિવારે કાશ્મીરના કુલગામમાં હિજબુલ મુઝાઇદ્દીનના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના બે આતંકીઓની મોત થઇ હતી. જેમના નામ છે શહીદ સિપાહી રધુવીર સિંહ અને શહીદ લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ. હિજબુલ મુઝાઇદ્દીનના આતંકીઓએ ઘરની છત પરથી છુપાઇને જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં આ બે જવાનો શહિદ થયા હતા. ત્યારે આ હુમલામાં શહીદ થયેલા શહીદ લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ ગુજરાત અમદાવાદના વતની છે. રાષ્ટ્રીય રાયફલમાં ફરજ બજાવતા ગોવિંદભાઇનો પરિવાર અમદાવાદમાં રહે છે. ત્યારે આ સમાચાર સાંભળીને તેમનો સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થઇ ગયો છે.

gopal sing kashmir


નોંધનીય છે કે ગોપાલભાઇએ જ્યારે મુંબઇમાં તાજ હોટલ પર આતંકી હુમલો થયો હતો ત્યારે પણ ત્યાં પોતાની ફરજ બજાવીને દેશની રક્ષા કરી હતી. છેલ્લા 18 વર્ષથી દેશ માટે પોતાની સેવા આપી રહેલા ગોવિંદ ભાઇએ એનએસજી કમાન્ડો તરીકે પણ કામ કર્યું છે. ગોપાલભાઇના પરિવારના અન્ય સભ્યો પણ લશ્કરમાં જોડાયેલા છે. ગોપાલભાઇનો પરિવાર અમદાવાદના બાપુનગરમાં હીરાવાડીમાં આવેલી મા શક્તિ સોસાયટીમાં રહે છે. વધુમાં ગોપાલભાઇ હાલ જાન્યુઆરીમાં જ રજા પરથી પરત જોડાયા હતા. ત્યારે ગુજરાતના આવા વીર શહીદને અમે શત શત પ્રણામ કરીએ છીએ.

English summary
Kashmir terrorist attack : Gujarati jawan also martyrs in this attack. Read more on Martyrs Lance Naik Bhandoriya Gopal Singh.
Please Wait while comments are loading...