વીજ કરંટ આપીને વીમો પકાવનાર માસ્ટરમાઈંડ ઝડપાયો

Subscribe to Oneindia News

ખેડા જીલ્લાનાં કપડવંજ તાલુકાના માલના મુવાડા ગામમાં રહેતા ભરતભાઈ ડાહ્યાભાઈ ઝાલા ઘરમાં કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા શંકા ગઈ હતી. પોલીસે MGVCL અને FSLની મદદથી તપાસ હાથધરી હતી. મૃતેકને જે ભાગે કરંટ લાગ્યો હતો. તે શંકાસ્પદ જણાયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. પીએમમાં મૃતકને કરંટ આપવાથી મોત થયાનું ખુલાસો થતા. પોલીસે મૃતકની પત્ની અને તેના ભાઈઓની પૂછપરછ કરતા હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. પૈસાની લાલચમાં વીમો ઉતરાવી કરંટ આપી મોત ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોલીસે હત્યા ગુનો નોંધી મૃતકની પત્ની ભારતી ભરત ઝાલા સહીત ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. માસ્ટર માઈન્ડ તેજસ વલ્લભભાઈ વાળંદ પોલીસથી નાસતો ફરતો હતો. ખેડા એલસીબી પોલીસને બાતમીના આધારે અમદાવાદના નરોડા રોડ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. કોર્ટે મુખ્ય આરોપીના 5 દીવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે.

crime

માલના મુવાડા ગામે રહેતા ભરતભાઈ ડાહ્યાભાઈ ઝાલા ટીબીના રોગથી પીડાતા હતા. ગામમા રહેતા તેજસ વાળંદને ભરતભાઈના ભાઈ અને તેમની પત્નીને લાખો રૂપિયા આપવાની વાત કરી ભરતભાઈના નામની ખોટી ધરતી ટ્રેડીંગ કંપની ઉભી કરી હતી. વાર્ષિક નફો બતાવી જુદી જુદી 7 વીમા કંપનીઓ માંથી કરોડોનો આકસ્મિક વીમા પોલીસી ઉતરાવી હતી. ૨૬-૧૨-૧૪ નાં રોજ મોડી રાત્રીના સમયે ભરતભાઈને કરંટ આપી તેમને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પાંચ આરોપીઓએ જુદા જુદા પ્રકારની કામગીરી કરી હોવાથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

English summary
Kheda: Husband killed for insurance money.Read here more.
Please Wait while comments are loading...