• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો : નરેન્દ્ર મોદી યોગ અને તેના પ્રભાવ વિશે શું માને છે?

|

ગાંધીનગર, 14 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સ્વાસ્થ્ય પરંપરા અને વિજ્ઞાનમાં અનોખુ સ્થાન ધરાવતા યોગની પ્રભાવી અસરો વિશે આસ્થા ધરાવે છે. તેમનું માનવું છે કે યોગ વ્યક્તિને માત્ર રોગ મુક્ત નહીં પણ ભોગ મુક્ત બનાવી શકે છે. તેમણે યોગને આ રીતે પરિભાષિત કરી ગુજરાતની જનતા સમક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે યોગ એ જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. નરેન્દ્ર મોદીના યોગ અંગેના વિચારો આવો જાણીએ...

1

1

જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયને સમ્ાયક રૂપિ સાત્વિક સંયોજનનો આવિર્ભાવ કરાવે તે યોગ છે.

2

2

શરીર અંગોના ઓગાસમો એ તો સિમીત ભાષા છે, પરંતુ આદિ શંકરાચાર્યએ જે અદ્વૈતભાવનો સાક્ષાતકાર બતાવ્યો છે એમ જનથી જગ સુધી કોઇ વિભક્ત નથી એવું યોગદર્શન જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ કરાવે છે જ્યાં દ્વૈતભાવ નથી.

3

3

યોગ એ આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત છે. એના સત્વ અને સત્યનું વિશ્વને દર્શન કરાવતા ઉત્તમ યોગ પ્રશિક્ષકો તૈયાર કરવા એ ગુજરાતનું સ્વપ્ન છે.

4

4

આપણા દેશની યુવા અને બૌધ્ધિકશક્તિએ 21મી સદીના ટેકનોલોજીના જ્ઞાનયુગમાં વિશ્વભરમાં પોતાનો પ્રભાવ પાથર્યો છે ત્યારે વસુધૈવ કુટુમ્બકમનો આપણો વારસો ચરિતાર્થ કરવા યોગ ઉત્તમ અને સરળ રસ્તો છે. ભારતની વિદેશનીતિમાં અધિકૃત યોગ જ્ઞાન પ્રસારનો સમાવેશ થવો જોઇએ.

5

5

હવે વિભક્ત પરિવારોની નવી પ્રથાએ જન્મ લઇ લીધો છે. તેની વિપરીત અસરો બાળ માનસને તનાવગ્રસ્ત બનાવે છે. યોગ પ્રજ્ઞાની આવશ્યકતા હવે વાણિજ્યક સ્વરૂપે વિકસી રહી છે, ત્યારે યોગના અધિકૃત સત્વનું પ્રગટીકરણ આપણું ગૌરવ બનવું જોઇએ.

6

6

21મી સદીના તબીબી વિજ્ઞાનની તાસીર અને તેનો કાયાકલ્પ યોગથી જ થવાનો છે. માનવશરીરના ઔરાચક્રનો પ્રભાવ યોગશક્તિ સાથે જોડાયેલો છે.

7

7

યોગ એ ભારતની મૂળભૂત શક્તિ છે. આપણી આધ્યાત્મિક વિરાસતમાં વ્યક્તિ, સમસ્ટી અને પરમેષ્ટીની એકાત્મ યાત્રા અદ્વૈતભાવ યોગથી શક્ય બને છે.

8

8

મન, વચન અને બુદ્ધિ વચ્ચેનો ટકરાવ અને સંઘર્ષનું નિવારણ કરવા યોગનો પ્રભાવ કારગત બને છે.

9

9

યોગ સતત જીવનને નવચેતનાની અનુભૂતિ કરાવે છે. જીવનની સાર્થકતા અને સફળતા યોગમાંથી પ્રાપ્ય છે. શિવ સાથે જીવનું જોડાણ યોગ છે.

- જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયને સમ્ાયક રૂપિ સાત્વિક સંયોજનનો આવિર્ભાવ કરાવે તે યોગ છે.

- શરીર અંગોના ઓગાસમો એ તો સિમીત ભાષા છે, પરંતુ આદિ શંકરાચાર્યએ જે અદ્વૈતભાવનો સાક્ષાતકાર બતાવ્યો છે એમ જનથી જગ સુધી કોઇ વિભક્ત નથી એવું યોગદર્શન જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ કરાવે છે જ્યાં દ્વૈતભાવ નથી.

- યોગ એ આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત છે. એના સત્વ અને સત્યનું વિશ્વને દર્શન કરાવતા ઉત્તમ યોગ પ્રશિક્ષકો તૈયાર કરવા એ ગુજરાતનું સ્વપ્ન છે.

- આપણા દેશની યુવા અને બૌધ્ધિકશક્તિએ 21મી સદીના ટેકનોલોજીના જ્ઞાનયુગમાં વિશ્વભરમાં પોતાનો પ્રભાવ પાથર્યો છે ત્યારે વસુધૈવ કુટુમ્બકમનો આપણો વારસો ચરિતાર્થ કરવા યોગ ઉત્તમ અને સરળ રસ્તો છે. ભારતની વિદેશનીતિમાં અધિકૃત યોગ જ્ઞાન પ્રસારનો સમાવેશ થવો જોઇએ.

- હવે વિભક્ત પરિવારોની નવી પ્રથાએ જન્મ લઇ લીધો છે. તેની વિપરીત અસરો બાળ માનસને તનાવગ્રસ્ત બનાવે છે. યોગ પ્રજ્ઞાની આવશ્યકતા હવે વાણિજ્યક સ્વરૂપે વિકસી રહી છે, ત્યારે યોગના અધિકૃત સત્વનું પ્રગટીકરણ આપણું ગૌરવ બનવું જોઇએ.

- 21મી સદીના તબીબી વિજ્ઞાનની તાસીર અને તેનો કાયાકલ્પ યોગથી જ થવાનો છે. માનવશરીરના ઔરાચક્રનો પ્રભાવ યોગશક્તિ સાથે જોડાયેલો છે.

- યોગ એ ભારતની મૂળભૂત શક્તિ છે. આપણી આધ્યાત્મિક વિરાસતમાં વ્યક્તિ, સમસ્ટી અને પરમેષ્ટીની એકાત્મ યાત્રા અદ્વૈતભાવ યોગથી શક્ય બને છે.

- મન, વચન અને બુદ્ધિ વચ્ચેનો ટકરાવ અને સંઘર્ષનું નિવારણ કરવા યોગનો પ્રભાવ કારગત બને છે.

- યોગ સતત જીવનને નવચેતનાની અનુભૂતિ કરાવે છે. જીવનની સાર્થકતા અને સફળતા યોગમાંથી પ્રાપ્ય છે. શિવ સાથે જીવનું જોડાણ યોગ છે.

English summary
Gujarat CM Narendra Modi is beliving in Yog impect. He said that Yoga is not only a way towards Rog Mukti but also towards Bhog Mukti. He discribe Yoga as Yoga is a blend of Gyan (knowledge), Karm (work) and Bhakti (devotion) together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more