96થી ઝંખાય છે વિજયની આશ, 2014માં સફળ થશે કોંગ્રેસ?

Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2014નો આગાઝ થઇ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશભરમાં ચૂંટણી સભાઓ સંબોધી રહ્યાં છે અને પોતાની આંધીને સુનામીમાં પરિવર્તિત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ તેઓ 30થી 35 ચૂંટણી સભાઓ ગજવવાના છે. ગુજરાતમાં છેલ્લી ત્રણ ટર્મથી તેઓ મુખ્યમંત્રી છે અને રાજ્યમાં એક સ્થિર સરકાર આપી છે. જો કે, લોકસભાની વાત કરવામાં આવે તો ભાજપનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું નથી.

આ પહેલા અમે અમદાવાદ પૂર્વ બેઠક અંગે જણાવ્યું હતું. જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે, જ્યાં સાત વર્ષથી ચૂંટાતા આવતા હરિન પાઠકના સ્થાને આ વખતે બૉલીવુડ અભિનેતા પરેશ રાવલને ટિકિટ આપવામાં આવી છે. આજે અમે કચ્છ બેઠક અંગે વાત કરી રહ્યાં છે. એક સમયે કચ્છ કોંગ્રેસનું ગઢ મનાતું હતું. 1951થી 1996 સુધીની લોકસભાની ચૂંટણીમાં એકાદ બે ચૂંટણીને બાદ કરીને તમામ ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના પંજાનું આધિપત્ય રહેલું છે, પરંતુ 1996થી આ બેઠકની જનમેદની કમળ તરફ આકર્ષિત થઇ છે અને ભાજપને જ વિજયી બનાવે છે.

1996થી કોંગ્રેસ આ બેઠક પર વિજય મેળવવા માટે તલસી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પણ 2004માં અને 2009માં આ બેઠક પર કોંગ્રેસ વિજયી થઇ શક્યું નહોતું. ત્યારે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસના રાજમાં જે ભ્રષ્ટાચાર થયો છે અને જે કૌભાંડો બહાર આવ્યા છે, તેને જોઇને તથા મોંઘવારી સહિતના મોરચે કેન્દ્રમાં રહેલી યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યારે કોંગ્રેસ તરફથી દિનેશ પરમારને ટિકિટ આપી છે, પણ કોંગ્રેસ અને યુપીએના પ્રદર્શન પરથી લાગી રહ્યું છે કે આ બેઠક પર કોંગ્રેસ આ વખતે પોતાની પકડ જમાવી શકે તે કહેવું મુશ્કેલ છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી 1998થી ગુજરાતની સત્તા પર આરુઢ છે, જે રીતે ગુજરાતમાં મોદીએ વિકાસને મુદ્દો બનાવીને 2012ની ચૂંટણી જીતી હતી, તેવી જ રીતે મોદી આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં વિકાસના મુદ્દાને આગળ ધરી રહ્યાં છે અને દેશને કેવી રીતે સ્થિર સરકાર આપી શકાય અથવા તો પછી દેશને વિકાસની દિશામાં કરી રીતે લઇ જઇ શકાય એ માટે પોતાનું ઇન્ડિયા વિઝન દરેક ચૂંટણી સભામાં જણાવી રહ્યાં છે, જેને જોઇને લાગી રહ્યું છે કે આ વખતે પણ કચ્છની બેઠકમાં ભાજપ મારી જશે. કચ્છ બેઠક પર આ વખતે ભાજપે વિનોદ ચાવડાને ટિકિટ આપી છે. ચાલો તસવીરો થકી લોકસભાની ચૂંટણીના આંકડાઓ પર એક નજર ફેરવીએ.

1951

1951

1 - Kutch East
કોંગ્રેસ- ગુલાબશંકર ઢોળકિયા-31625
અપક્ષઃ- પ્રેમજી ઠાકેર-17611
તફાવતઃ-14014
2 - Kutch West
કોંગ્રેસ- ભવનજી ખીમજી-47146
અપક્ષઃ-કૌશલ શાહ-17213
તફાવતઃ- 29933

1957

1957

કોંગ્રેસ-ભવનજી ખીમજી- 83688
અપક્ષ-પ્રાણલાલ શાહ- 57899
તફાવતઃ- 25789

1962-1967

1962-1967

1962
સ્વતંત્રઃ-એમકેએસ હિંમતસિંહજી-145947
કોંગ્રેસઃ-ભવનજી ખીમજી- 84189
તફાવતઃ- 61758

1967
કોંગ્રેસઃ-ટીએમ શેઠ-106853
સ્વતંત્રઃ-એચ. વિજયરાજજી-100178
તફાવતઃ-6675

1971-1977

1971-1977

1971
કોંગ્રેસ-મહિપતરાય મહેતા-104286
એનસીઓ(ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન):- યુવરાજ પૃથ્વીરાજ સિંહ-102307
તફાવતઃ-1979

1977
ભારતીય લોકદળઃ-દેવશંકર દવે-115514
કોંગ્રેસઃ-મહિપતરાય મહેતા-104697
તફાવતઃ-10817

1980-1984-1989

1980-1984-1989

1980
કોંગ્રેસ-મહિપતરાય મહેતા-133163
જનતાપાર્ટીઃ- દેવશંકર દવે-112212
તફાવતઃ-20951

1984
કોંગ્રેસઃ- ઉષાબેન ઠક્કર 129624
લોકદળઃ- મહિપતરાય મહેતા-99539
તફાવતઃ-30085

1989
ભાજપઃ- બાબુભાઇ શાહ-228394
કોંગ્રેસઃ- ઉષાબેન ઠક્કર-146830
તફાવતઃ-81564

1991-1996

1991-1996

1991
કોંગ્રેસઃ-હરીલાલ પટેલ-179109
ભાજપઃ-બાબુલાલ શાહ-146106
તફાવતઃ-33003

1996
ભાજપઃ-પુષ્પદાન ગઢવી-193549
કોંગ્રેસઃ- દિનેશ ત્રિવેદી- 91577
તફાવતઃ- 101972

1998-1999

1998-1999

1998
ભાજપ-પુષ્પદાન ગઢવી-224795
કોંગ્રેસઃ- મહેશભાઇ ઠક્કર-163770
તફાવતઃ-61025

1999
ભાજપઃ-પુષ્પદાન ગઢવી-191533
કોંગ્રેસઃ- બાબુભાઇ શાહ-187218
તફાવતઃ- 4315

2004-2009

2004-2009

2004
ભાજપઃ-પુષ્પદાન ગઢવી-221057
કોંગ્રેસઃ- શૈલેન્દ્ર સિંહ જાડેજા-192067
તફાવતઃ- 28990

2009
ભાજપઃ- પૂનમબેન જાટ-285300
કોંગ્રેસઃ-વાલજીભાઇ દાનિચા-213957
તફાવતઃ-71343

English summary
From 1996 congress didnt get victory in kutch constituency. is congress will do better here in 2014 lok sabha election?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X