બારડોલીઃ તુષાર ચૌધરીને ભારે પડશે પ્રભુ વસાવા?

Google Oneindia Gujarati News

ગુજરાતમાં 30મી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થવું છે. રાજ્યભરમાં મતદાનને લઇને મતદાતાઓમાં જાગૃતિ જોવા મળી રહી છે. એક તરફ દેશમાં મોદીની લહેર છે તો બીજી તરફ કેટલીક એવી બેઠકો પણ છેકે જ્યાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓનું પ્રભુત્વ વધારે છે, ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પણ પોતાની બેઠકો વધારવા માટે મહેનત કરશે તો બીજી તરફ કોંગ્રેસ પોતાની શાખ બચાવવા જે બેઠકો હાથમાં છે તેને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

આ બેઠક 2009માં નિર્માણ પામી હતી. 2009માં આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી વિજેતા થયા હતા, જ્યારે તેમની સામે ભાજપના રિતેશકુમાર વસાવાનો પરાજય થયો હતો. આ વખતે પણ કોંગ્રેસ દ્વારા પોતાના વિજેતા સાંસદ તુષાર ચૌધરીને બારડોલી બેઠક પરથી રાખવામાં આવ્યા છે, જ્યારે ભાજપ તરફથી પ્રભુભાઇ વસાવાને ઉભા રખાયા છે. ત્યારે આ જંગ જોવા જેવો થશે. કારણ કે મતદાતાઓ પર નજર ફેરવવામાં આવે તો પણ મતાદાતાઓમાં વસાવા અને ચૌધરી મતદાતાઓ વધારે છે, ત્યારબાદ અન્ય જ્ઞાતિ અને સમાજના મતદાતાઓ આવે છે.

જે રીતે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની લહેર અને નરેન્દ્ર મોદીની આંધી જોવા મળી રહી છે, તેને જોતા વસાવા ઉપરાંત અન્ય જ્ઞાતિને મતદાતાઓ ભાજપના ઉમેદવાર તરફ પોતાનો ઝુકાવ કરી શકે છે અને જો આવું થયું તો ચોક્કસપણે આ બેઠક કોંગ્રેસના હાથમાંથી સરી જશે અને ભાજપ અહી વિજયનો કેસરિયો લહેરાવી શકે છે, બીજી તરફ તુષાર ચૌધરી આ બેઠકને પોતાનો ગઢ બનાવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યાં છે અને જો તેમની મહેનત રંગ લાવી તો પરિણામ ભાજપની વિપરિત પણ આવી શકે છે. હવે 16 મેનાં રોજ જ માલુમ પડશે કે આ બારડોલીમાં કોણ વિજેતા થશે. બારડોલી બેઠક પર એક ઉડતી નજર.

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર પ્રભુભાઇ વસાવાએ કહ્યું છેકે, આદિવાસીઓ માટે બીપીએલ ગાઇડલાઇનમાં સુધારો કરવામાં આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી અભ્યાસની લાયકાતને પણ ઓછી કરવામાં આવશે. હાલ આઠ ધોરણ પાસ છે તેને સાત ધોરણ પાસ સુધી લઇ જવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કહ્યું છેકે મારી મારી બીજી ટર્મ છે, હું એજ્યુકેશન, રોજગારી, સ્વાસ્થ્ય, રુરલ ડેવલોપમેન્ટ પર વિશેષ ભાર મુકીશ. સિંચાઇ પર પણ કામ હાથ ધરવામાં આવશે. વ્યારા-વાલક પીવાના પાણીની યોજના, ઉધના જલગાઉ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટ અંગે કામ હાથ ધરવામાં આવશે.

જેડીયુના ઉમેદવાર

જેડીયુના ઉમેદવાર

જેડીયુના ઉમેદવાર જગતસિંહ વસાવાએ કહ્યું છેકે બંધારણ અનુસાર આદિવાસીઓને તેમનો અધિકાર અપાવવો, તેમજ જમીન, જંગલ, ગુડ ગવર્નન્સ માટે લડત ચલાવીશ.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ વિસ્તારમાં 50 ટકા આદિવાસી મતદાતાઓ છે. સૌથી વધારે 2.2 લાખ વાસવા અને 2.15 લાખ ચૌધરી મતદાતાઓ છે. 2 લાખ ગામિત અને 1.7 લાખ હલપતિ છે.

2009નું પરિણામ

2009નું પરિણામ

કોંગ્રેસઃ- તુષાર ચૌધરી- 398430
ભાજપઃ- રિતેશકુમાર વસાવા- 339445
તફાવતઃ-58985

English summary
lok sabha election analysis bardoli constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X