ભાવનગરઃ ભાજપ-કોંગ્રેસ સામે ‘આપ’ના કનુભાઇ, કોને થશે નુકસાન?

Google Oneindia Gujarati News

ગુજરાતમાં 30 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. દેશભરમાં મોદી મેજીક કે પછી મોદીની આંધી કે પછી મોદીની લહેર જોવા મળી રહી છે. આ લહેર ગુજરાતની એવી કેટલીક બેઠકો પર પણ જોવા મળશે, જ્યાં ભાજપને વિજય મળી રહ્યો નથી. જોકે આજે વાત ગુજરાતની એ બેઠક અંગે કરવામાં આવી છેકે જ્યાં ભાજપે એક મોટો દાવ ખેલ્યો છે, આ બેઠક પર ભાજપે છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાઇ આવતા રાજેન્દ્ર સિંહ રાણાના સ્થાને નવા ઉમેદવાર તરીકે ભારતીબેન શિયાળને ટીકીટ આપી છે.

આ બેઠક એટલા માટે પર રસપ્રદ બની રહેવાની છેકે આ બેઠક પર આ વખતે બે કોળી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે અને તેમની સામે આમ આદમી પાર્ટીએ કનુભાઇ કળસરિયાને મેદાને ઉતારીને ભાજપ તથા કોંગ્રેસનો ખેલ બગાડવાની યોજના બનાવી લીધી છે. ગુજરાતમાં નિરમા પ્રોજેક્ટને લઇને કનુભાઇ રાજ્ય સરકાર અને મોદી સામે મેદાને પડી ચૂક્યા છે. તેથી આમ આદમી પાર્ટી દ્વારા કનુભાઇને મેદાને ઉતારી ભાજપ તરફી માહોલ ઉભો કરવાની અને બેઠક પર ત્રિપાખિંયો જંગ ખડો કરવાની યોજના બનાવી લીધી છે.

જોકે આ બેઠકના ઇતિહાસ પર નજર ફેરવવામાં આવે તો 1991થી લઇને 2009 સુધી આ બેઠક પર ભાજપના જ ઉમેદવાર વિજયી થતા આવ્યા છે. 1991માં મહાવીર સિંહ ગોહિલે આ બેઠક પર વિજય મેળવી હતી અને ત્યારબાદ રાજેન્દ્ર સિંહ રાણાએ 1996થી લઇને 2009 સુધી આ વિજયી સિલસિલાને યથાવત રાખ્યો છે, પરંતુ આ વખતે ગુજરાતમાં બે લાંબા સમયથી ચૂંટાતા આવતા સાંસદોની ટીકીટ ભાજપે કાપી હતી, જેમાં એક અમદાવાદ પૂર્વના હરિન પાઠક હતા અને બીજા ભાવનગરના રાજેન્દ્ર સિંહ રાણા હતા. આ વખતની ચૂંટણીમાં મોદીની લહેરને ભાવનગર પર બેઅસર કરવા માટે કનુભાઇ કળસરિયા અવરોધ બનીને ઉભા રહી ગયા છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ બેઠક પર આ અવરોધ કોને નડશે. ભાજપને કે કોંગ્રેસને. ચાલો તસવીરો થકી આ બેઠક અંગે અન્ય બાબતો જાણીએ.

પોરબંદર</a>। <a href=ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" title="પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" />પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

પાર્ટીના ઉમેદવારો

પાર્ટીના ઉમેદવારો

આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે કોળી ઉમેદવારો ઉભા રાખ્યા છે, તેથી ચોક્કસપણ કોળી મતો વેચાઇ જશે. ભાજપે તળાજા હાલના ધારાસભ્ય ડો. ભારતીબેન શિયાળને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસ પણ કોળી સમાજમાંથી ઉમેદવાર ઉભો રાખ્યો છે. કોંગ્રેસ પાલિતાણાના ધારાસભ્ય પ્રવિણ રાઠોડને ટીકીટ આપી છે. જ્યારે સામે પક્ષે મોદી સામે જંગે ચઢનારા કનુભાઇ કળસરિયાને આમ આદમી પાર્ટી દ્વારા ટીકીટ આપવામાં આવી છે.

કઇ જ્ઞાતિના કેટલા મતદારો

કઇ જ્ઞાતિના કેટલા મતદારો

જ્ઞાતિ આધારે વાત કરીએ તો આ બેઠક પર કોળી મતદાતાઓ 33 ટકા, પટેલ મતદાતા 21 ટકા, દલિત, લુહાર, સથવારા મતદાતાઓ સાત-સાત ટકા, વણિક બ્રાહ્મણ 4 ટકા, ક્ષત્રીય મતાદાતાઓ 10 ટકા છે. એટલે કે કોળી અને પટેલ મતદાતા આ બેઠકનું ભાગ્ય નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1962
પીએસપીઃ- જશવંતરાય મહેતા- 98099
કોંગ્રેસઃ- જાદવજી મોદી- 88225
તફાવતઃ- 9874

1967
કોંગ્રેસઃ- જેએન મહેતા- 91993
સ્વતંત્રઃ- એસકે ગોહિલ- 86900
તફાવતઃ- 5093

1971
એનસીઓઃ- પ્રસન્વદન મહેતા- 102173
કોંગ્રેસઃ- જસવંત મહેતા- 83195
તફાવતઃ- 18978

1977
બીએલડીઃ- પ્રસન્વદન મહેતા- 128792
કોંગ્રેસઃ- છબીલદાસ મહેતા- 117655
તફાવતઃ- 11137

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1980
કોંગ્રેસઃ- ગીગાભાઇ ગોહિલ- 131082
જનતા પાર્ટીઃ- જયાબેન શાહ- 77153
તફાવતઃ- 53929

1984
કોંગ્રેસઃ- ગીગાભાઇ ગોહિલ- 132444
જનતા પાર્ટીઃ- પ્રસન્વદન મહેતા- 121449
તફાવતઃ- 10995

1989
કોંગ્રેસઃ- શશિકાંત જમોદ- 143294
જનતાદળઃ- પ્રવિણસિંહ જાડેજા- 142742
તફાવતઃ- 552

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
ભાજપઃ- મહાવિરસિંહ ગોહિલ- 215604
કોંગ્રેસઃ- ધનજીભાઇ બાલોઢિયા- 125401
તફાવતઃ- 90203

1996
ભાજપઃ- રાજેન્દ્રસિંહ રાણા- 149177
અપક્ષઃ- પુરષોત્તમ સોલંકી- 141406
તફાવતઃ- 7771

1998
ભાજપઃ- રાજેન્દ્રસિંહ રાણા- 289344
કોંગ્રેસઃ- શક્તિસિંહ ગોહિલ- 210138
તફાવતઃ- 79206

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- રાજેન્દ્રસિંહ રાણા- 265446
કોંગ્રેસઃ- દિલીપસિંહ ગોહિલ- 164093
તફાવતઃ- 101353

2004
ભાજપઃ- રાજેન્દ્રસિંહ રાણા- 247336
કોંગ્રેસઃ- ગીગાભાઇ ગોહિલ- 166910
તફાવતઃ- 80426

2009
ભાજપઃ- રાજેન્દ્રસિંહ રાણા- 213376
કોંગ્રેસઃ- મહાવીરસિંહ ગોહિલ- 207483
તફાવતઃ- 5893

English summary
lok sabha election analysis bhavnagar constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X