સુરતઃ ભાજપના ગઢમાં ગાબડુ પાડી શકશે ખરી કોંગ્રેસ?

Google Oneindia Gujarati News

30 એપ્રિલ એટલે કે 2 દિવસ બાદ ગુજરાતની જનતા લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે અને ગુજરાતમાંથી પોતાના મનપસંદ ઉમેદવારને દિલ્હી મોકલશે, તથા દેશને એક મજબૂત સરકાર આપવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ અદા કરશે. પરંતુ આ બધાની વચ્ચે દેશમાં સત્તા હાસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના દાવપેચ રમીને પોતાની નિશ્ચિત બેઠકોને જાળવી રાખવા અને અન્ય બેઠકો પર સારો દેખાવ કરવા માટેની તૈયારીઓ અંતના આરે છે.

દેશમાં મોદીની લહેર છે, તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ચોક્કસપણે ભાજપ પર 24ની આસપાસ બેઠકો મેળવવાનું દબાણ છે, તો કોંગ્રેસ પર પણ પોતાની બેઠકો જાળવી રાખવાનું દબાણ છે. સુરત બેઠક અંગે વાત કરીએ તો આ બેઠક હાલ ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2009માં આ બેઠક પર દર્શનાબેન જર્દોશ વિજેતા થયા હતા અને આ વખતે પણ ભાજપે તેમના પર જ પસંદગી ઉતારી છે. આ બેઠક પર ભાજપ 1989થી જીતતું આવ્યું છે. 1989માં કાશીરામ રાણાએ શરૂ કરેલા આ વિજયના સિલસિલાને 2009 સુધી દર્શનાબેન જર્દોશે જાળવી રાખ્યો છે.

જોકે એક સમય હતો ત્યારે સુરત બેઠક પણ કોંગ્રેસનું ગઢ ગણાતું હતું. 1984માં ભાજપ પણ કોંગ્રેસ સામે હારી ગયું હતું, પરંતુ 1989માં પરિબળો બદલાયા હતા અને સુરતના મતદાતાઓ ભાજપના કમળ તરફ વર્યા હતા, ત્યારથી લઇને 2009 સુધી સુરતના મતદાતાઓ ભાજપની સાથે રહ્યાં છે. કોંગ્રેસ આ બેઠક 1957થી જીતતું આવતું હતું, પરંતુ 1971માં એનસીઓ અને 1977માં બીએલડીના ઉમેદવારો સામે કોંગ્રેસના ઉમેદવારો હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. તો ચાલો તસવીરો થકી જાણીએ સુરત બેઠક અંગે.

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર દર્શનાબેન જર્દોશે કહ્યું છેકે, આ મારી બીજી ટર્મ છે, હવા અને ટ્રેન માર્ગ મારફતે સુરતની અન્ય ભાગો સાથે કનેક્ટિવિટી મારી પ્રાથમિકતા છે. ડીઆરએમ ઓફીસ સુરતમાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. સુરતના અન્ય પેન્ડિંગ મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. મહિલા રોજગારી માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઇએ કહ્યું છેકે, ટેક્સટાઇલ અને ડાઇમન્ડ ઉદ્યોગોમાં કામ કરતા કારીગરોના વેલફેર માટે કામ કરવામાં આવશે. આ કારીગરો માટે આવાસ યોજના અને સ્વાસ્થ્ય વિમા યોજના લાવવામાં આવશે. લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્યૂબ જેવી પરવળી શકાય તેવી ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના મોહન પટેલે કહ્યું છેકે તેમની પ્રાથમિકતા ઉચ્ચકક્ષાનું શિક્ષણ સરકારી શાળામાં મળી રહે તે છે. સરકારી હોસ્પિટલમાં હેલ્થકેર સુવિધામાં સુધારો કરવામાં આવે.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં 3.51 લાખ સૌરાષ્ટ્રીયન પટેલ મતદાતાઓ છે, 1.54 લાખ મુસ્લિમ, 75 હજાર પ્રજાપતિ મતદાતાઓ છે, જ્યારે 90 હજાર કોળી પટેલ અને 1 લાખ જેવા એસસી અને એસટી મતદાતાઓ છે. 58 હજાર જેટલા મોઢ વણિક અને 50 હજાર જેટલા ખત્રી અને રાણા સમાજના મતદાતાઓ છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1957
કોંગ્રેસઃ-મોરારજી દેસાઇ- 190563
અપક્ષઃ- દિનકરરાવ મહેતા- 39076
તફાવતઃ- 151487

1962
કોંગ્રેસઃ- મોરારજી દેસાઇ- 165225
અપક્ષઃ- જસવંતસિંહ ચૌહાણ- 66194
તફાવતઃ- 99031

1967
કોંગ્રેસઃ- મોરારજી દેસાઇ- 163836
અપક્ષઃ- જેડી ચૌહાણ- 40928
તફાવતઃ- 122908

1971
એનસીઓઃ- મોરારજી દેસાઇ- 170321
કોંગ્રેસઃ- ગોરધનદાસ ચોખાવાલા- 138797
તફાવતઃ- 31524

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1977
બીએલડીઃ- મોરારજી દેસાઇ- 206206
કોંગ્રેસઃ- જસવંતસિંહ ચૌહાણ- 184746
તફાવતઃ- 21460

1980
કોંગ્રેસઃ- છગનભાઇ પટેલ- 234263
જનતા પાર્ટીઃ- અશોક મહેતા- 207602
તફાવતઃ- 26661

1984
કોંગ્રેસઃ- છગનભાઇ પટેલ- 286928
ભાજપઃ- કાશીરામ રાણા- 236253
તફાવતઃ- 50675

1989
ભાજપઃ- કાશીરામ રાણા- 428465
કોંગ્રેસઃ- સીડી પટેલ- 234424
તફાવતઃ- 194041

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
ભાજપઃ- કાશીરામ રાણા- 336285
કોંગ્રેસઃ- સહદેવ ચૌધરી- 229931
તફાવતઃ- 106354

1996
ભાજપઃ- કાશીરામ રાણા- 376933
કોંગ્રેસઃ- મનુભાઇ કોટડિયા- 201672
તફાવતઃ- 175261

1998
ભાજપઃ- કાશીરામ રાણા- 564601
કોંગ્રેસઃ- ઠાકોરભાઇ ટાંક- 260579
તફાવતઃ- 304022

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- કાશીરામ રાણા- 423773
કોંગ્રેસઃ- રમેશચંદ્ર રુપિણ- 174576
તફાવતઃ- 249197

2004
ભાજપઃ- કાશીરામ રાણા- 508076
કોંગ્રેસઃ- ચંદ્રવદન પિઠાવાલા- 357513
તફાવતઃ- 150563

2009
ભાજપઃ- દર્શનાબેન જરદોશ- 364947
કોંગ્રેસઃ- ધીરુભાઇ ગજેરા- 290149
તફાવતઃ- 74798

English summary
lok sabha election analysis surat constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X